News of Tuesday, 25th September 2018
26મીએ કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક:લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડાશે
નવી દિલ્હી :આગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. તેવામાં આગામી 26 તારીખે દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની સંકલન સમિતિ યોજાવવાની છે.
આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2019ને લઈને રણનીતી તૈયાર કરવામાં આવશે. આ સમયે રાહુલ ગાંધી બધા કાર્યકરો અને કોંગી નેતાઓને માર્ગદર્શન આપશે.
(12:00 am IST)