આજે યોજાનાર G-7ની સત્તાવાર બેઠકમાં ભાગ લેશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે અત્યારે ફ્રાન્સમાં છે. ત્રણ દેશોની મુલાકાત પર નીકળેલા વડાપ્રધાનનો આ આખરી પડાવ છે. સોમવારના રોજ એટલે કે આજે યોજાનારી આ મુલાકાતોની વચ્ચે વડાપ્રધાનનું શેડ્યુલ ખૂબ જ ટાઇટ છે. રવિવાર સાંજે વડાપ્રધાન ત્યાં પહોંચ્યા તો કેટલાંય દેશોના પ્રમુખો તેનું જોરદાર સ્વાગત કર્યું. જે ગ્રૂપનું ભારત પાક્કું મેમ્બર નથી, તે પ્રમુખનું આ રીતે ઉષ્માભેર સ્વાગત ખરેખર જોવાલાયક હતું.
વાત એમ છે કે આજે G-7ની સત્તાવાર બેઠક યોજાવાની છે. સોમવારના રોજ વડાપ્રધાન પણ આ બેઠકોમાં ભાગ લેવાના છે, સાથો સાથ કેટલાંય દેશોના પ્રમુખ સાથે દ્વિપક્ષીય વાર્તા પણ થવાની છે. આની પહેલાં તમામ પ્રમુખોની વચ્ચે ઇન્ફોર્મલ બેઠક અને ફોટો સેશન પણ થયું.
આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત કરી, આ તસવીરોમાં બંને નેતાઓની સાથે મોદીની મુલાકાત દેખવા જેવી હતી.
આપને જણાવી દઇએ કે દરેક લોકોની નજર G-7 પર રહેશે, કારણ કે આ બેઠકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થવાની છે. બંને નેતા કેટલાંય મુદ્દા પર દ્વિપક્ષીય વાર્તા કરશે. હાલ જમ્મુ-કાશ્મીરના મુદ્દાની ઘણી ચર્ચાઓ છે, ચીન-અમેરિકાનું ટ્રેડ વોર ચાલી રહ્યું છે અને તેની સાથે જ અફઘાનિસ્તાનનો મુદ્દો પણ છે. એવામાં ટ્રમ્પ-મોદીની આ મુલાકાત ખૂબ જ અગત્યની છે.
રવિવારના રોજ જ્યારે વડાપ્રધાન પહોંચ્યા તો તેમણે સૌથી પહેલાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉનસન સાથે મુલાકાત કરી, બંને નેતાઓની વચ્ચે બોરિસના પીએમ બન્યા બાદ આ પહેલી મુલાકાત હતી.
આપને જણાવી દઇએ કે આ વખતે G-7નું આયોજન ફ્રાન્સના બિઆરિટ્ઝ શહેરમાં યોજાયું છે. આ વખતે કલાઇમેટ ચેન્જ, ટ્રેડ , અમેઝોનની આગ સહિતના કેટલાંય એવા મુદા પર વાત થવાની છે જે દુનિયાભરમાં ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે G-7ના મુખ્ય સભ્ય કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, બ્રિટન, અને અમેરિકા છે. પરંતુ આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રિત કર્યા છે.