મુખ્ય સમાચાર
News of Monday, 26th July 2021

સેન્સેક્સમાં ૧૨૪, નિફ્ટીમાં ૩૨ પોઈન્ટનો કડાકો જોવાયો

ચીનની એજન્યુકેશન સેક્ટરની કંપનીઓમાં કડાકો : રિલાયન્સના શેર સૌથી વધુ તૂટ્યા, સ્ટેટ બેંક, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંકના શેરોમાં પણ કડાકો

મુંબઈ, તા.૨૬ : સ્થાનિક શેર બજાર સોમવારે ગિરાવટ સાથે બંધ થયા હતા. બીએસઈના ૩૦ શેરો પર આધારિત સંવેદનશિલ સુચકાંક સેન્સેક્સ ૧૨૩.૫૩ પોઈન્ટ એટલે કે ૦.૨૩ ટકાની ગિરાવટ સાથે ૫૨,૮૫૨.૨૭ પોઈન્ટના સ્તર પર બંધ થયો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૩૧.૬૦ પોઈન્ટ એટલે કે ૦.૨૦ ટકાની ટૂટ સાથે ૧૫,૮૨૪.૪૫ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પર જેએસડબલ્યુ સ્ટીલ. વિપ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, એસબીઆઈ અને એમએન્ડએમના શેરોમાં સૌથી વધુ કડાકો જોવા મળ્યો તો બીજી બાજુ એસરબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, બજાજ ફિનસર્વ, હિંદાલ્કો, ડેવિસ લેબ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર સૌથી વધુ વૃધ્ધિ સાથે બંધ થયા હતા. સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી એનર્જી ઈન્ડેક્સમાં એક ટકાની ગિરાવટ જોવા મળી હતી. તો વળી બેંક, ઓટો અને પીએસયુ બેંક ઈન્ડેક્સ પણ લાલ નિશાન સાથે બંધ થયા હતા. જોકે મેટલ, ફાર્મા અને આઈટી સેક્ટરની કંપનીઓમાં થોડી લેવાલી જોવા મળી હતી.

સેન્સેક્સ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર સૌથી વધુ તૂટેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભારતીય સ્ટેટ બેંક, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ એલએન્ડટી, એચડીએફસી, મારૂતિ, આઈટીસી, એચડીએફસી બેંક, નેસ્લે ઈન્ડિયા, ટીસીએસ, હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ, બજાજ ફાયનાન્સ, ડો. રેડ્ડીસ અને એક્સિસ બેંકના શેર લાલ નિશાન પર બંધ થયા હતા.

બીજી બાજુ સેન્સેક્સ પર બજાજ ફિનસર્વના શેરમાં સૌથી વધુ ઊછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન, સન ફાર્મા, ટાટા સ્ટીલ, એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંસીઆઈ બેંક અને બજાજ ઓટોના શેર લીલા નિશાન પર બંધ થયા હતા.

આનંદ રાઠીમાં પ્રમુખ (ઈક્વિટી રિસર્ચ, ફંડામેન્ટલ) નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે ચીનની ટેક અને એજન્યુકેસન સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં કડાકા બાદ સિંગાપુરના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ત્રણ ટકાની ગિરાવટ બાદ ભારતીય શેર બજારોની શરૂઆત લાલ નિશાન સાથ થઈ હતી. તેમમે કહ્યું કે બપોરના સત્રમાં શેર બજારમાં ઊતાર-ચઢાવ જોવા મળ્યો. જોકે, પછીથી શેર બજાર ગિરાવટ સાથે બંધ થયા કેમકે વિદેશી પોર્ટફોલિયો નિવેશક (એફપીઆઈસ) જુલાઈમાં અત્યાર સુધીમાં ૫૬૮૯ કરોડ રૂપિયાના શેરોની વેચવાલી કરી ચુક્યા છે. અન્ય એશિયન બજારોની વાત કરીએ તો શોંઘાઈ, હોંગકોંગ અને સિયોલમાં શેર બજાર ભારે ગિરાવટ સાથે બંધ થયા. બીજી બાજુ ટોક્યોમાં શેર બજાર વૃધ્ધિ સાથે બંધ થયા હતા. યૂરોપિયન બજારોમાં પણ બપોરના સત્રમાં ગિરાવટ જોવા મળી હતી.

 

 

(8:52 pm IST)