મુખ્ય સમાચાર
News of Monday, 26th July 2021

ચાંદીની આયાત ૯૩.૭ ટકા ઘટી

કોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર

નવી દિલ્હી, તા.૨૬: કોરોનાકાળમાં લોકોએ સોનાની ધુમ ખરીદી કરી છે. સોનાની આયાત એપ્રિલ-જુન ૨૦૨૧ના ત્રિમાસિક ગાળામાં અનેકગણી વધીને ૭.૯ અબજ ડોલર (૫૮,૫૭૨.૯૯ કરોડ રૂ.) થઇ છે.

વાણીજય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે કોરોનાનો પ્રકોપ અને કડક લોકડાઉનને કારણે સોનાની આયાત ૬૮.૮ કરોડ ડોલર (૫૨૦૮.૪૧ કરોડ રૂ.) સુધી થઇ હતી જો કે એપ્રિલ-જુના ૨૦૨૧ના ત્રિમાસિક ગાળામાં ચાંદીની આયાત ૯૩.૭ ટકા ઘટીને ૩.૯૪ કરોડ ડોલર થઇ છે.

ભારત સોનાની આયાત કરનાર મુખ્ય દેશ છે. વર્ષે ૮૦૦ થી ૯૦૦ થી સોનાની આયાત થાય છે.

(11:07 am IST)