મુખ્ય સમાચાર
News of Monday, 26th July 2021

૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો

આરોપીઓએ સગીરા સાથે ગેંગરેપનો એક વીડિયો પણ પોતાના મોબાઈલમાં ઉતાર્યો. બાદમાં પીડિતાને ધમકી આપી કે જો આ વાત કોઈને કરશે તો વીડિયો વાઇરલ કરી દઈશું

લખનૌ,તા. ૨૬: ઉત્ત્।ર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ચાર યુવકોએ ઘરમાં ઘુસીને એક માસૂમ ભાઈને બંદુક બતાવીને તેની બહેન સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન આરોપીએ ગેંગરેપનો વીડિયો પણ મોબાઈલમાં બનાવ્યો. સાથે જ ધમકી આપી કે જો આ વાત કોઈને કરશે તો વીડિયો વાઇરલ કરી દેશે.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જયારે પીડિતાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જો કે, આ ઘટના ફુગાના પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક ગામની છે. અહીં શુક્રવારે મોડી રાતે પાડોશમાં રહેતા ચાર યુવકો ઘરમાં ઘુસ્યા. બાદમાં બંદુક બતાવીને નાના ભાઈને બંધક બનાવ્યો. પછી તેની ૧૫ વર્ષની સગીર બહેન સાથે વારાફરતી ગેંગરેપ કર્યો. આરોપીઓએ સગીરા સાથે ગેંગરેપનો એક વીડિયો પણ પોતાના મોબાઈલમાં ઉતાર્યો. બાદમાં પીડિતાને ધમકી આપી કે જો આ વાત કોઈને કરશે તો વીડિયો વાઇરલ કરી દઈશું. આ ઘટનાને આરોપીઓએ અંજામ ત્યારે આપી કે પીડિતાના માતા-પિતા સામાજીક કામથી બહાર ગયા હતા. પરિવારના લોકો જયારે ઘરે પરત ફર્યા ત્યારે પીડિતાએ આખી વાતની જાણ કરી. ઘટનાના પગલે પીડિતાના ઘરના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ વિરૂદ્ઘ સખત કાર્યવાહીની માંગ કરી. પોલીસે આ મામલે ગુનો નોંધીને પીડિતાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

(10:37 am IST)