મુખ્ય સમાચાર
News of Sunday, 26th July 2020

મ્યાનમારમાંના આતંકીઓને ચીન હથિયાર સપ્લાય કરે છે

EFSAS ના અહેવાલમાં ખુલાસો : વિદ્રોહીઓ ભારતની સુરક્ષા સામે સંકટ ઊભું કરી શકે

લંડન, તા. ૨૫ : ચીન એની વિસ્તારવાદ નીતિ અને અન્ય દેશોને દબાવી રાખીને સૌથી પાવરફુલ દેશ બની રહેવાની ઈચ્છાને કારણે ભારત માટે ચોતરફે સમસ્યાએ ઉભી કરવાના યથાગ પ્રયત્ન કરી રહ્યું છે. હાલમાં મ્યાનમાર-થાઇલેન્ડની સરહદ પર મોટી પ્રમાણમાં ગેરકાયદેસર ચીની હથિયારોનો અસલો મળી આવ્યો જે પછી ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એકવાર ફરી વિદ્રોહ થવાની આશંકાએ ભારતની ચિંતા વધારી દીધી છે.

યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ (EFSAS) ૨૩ જૂને પ્રકાશિત એક રિપોર્ટના હવાલે ઇશારો કર્યો છે કે, ચીનના ગેરકાયદેસર હથિયારોનો જથ્થો મ્યાનમારના વિદ્રોહી સમૂદાયો માટે લઇ જવામાં આવી રહ્યો હતો, જેનો સીધો અર્થ એમ પણ થાય છે કે લાંબા સમયથી વિસ્તારમાં આતંકીઓએ ચીનના સમર્થનનો શક હવે હકીકતમાં ફેરવાયો છે. થાઇલેન્ડના સંગઠનો આને ડિપ્લો આતંકવાદ ગણાવે છે. EFSASનું કહેવુ છે કે, ભારતમાં નોર્થ-ઇસ્ટના વિદ્રોહીઓ જેઓ વર્ષોથી મ્યાનમારમાં શરણ લઇ રહ્યા છે અને રખાઇન સ્ટેટની અરાકન આર્મી સંયુક્ત રીતે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે એમ છે. મુદ્દે ભારતની શંકા નિરાધાર નથી.

ભારતનો એક્ટ ઇસ્ટ પ્રોજેક્ટ ચીનની રણનીતિ પર ભારી પડી રહ્યો છે એવામાં ચીન મ્યાનમારમાં આતંકીઓને પ્રોત્સાહન આપી રહ્યુ છે.

(12:00 am IST)