મુખ્ય સમાચાર
News of Sunday, 26th June 2022

એકનાથ શિંદેની રીટ પિટિશન ઉપર સુપ્રીમ કોર્ટ આવતીકાલે સુનાવણી હાથ ધરશે

શિવસેનાના બાગી ધારાસભ્ય એકનાથ શિંદે અને ભરત ગોગાવાલેની રીટ પીટીશન ઉપર સુપ્રીમ કોર્ટ આવતીકાલે સોમવારે સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટમાં આજે રવિવારે સાંજે ૬.૩૦ વાગે અરજી ફાઈલ કરવામાં આવી હતી જે સપ્લીમેન્ટરી લિસ્ટમાં સાંજે ૭.૩૭ મિનિટે સોમવારે સુનાવણી માટે સામેલ કરવામાં આવેલ હતી. સુપ્રીમ કોર્ટમાં સિનિયર ધારાશાસ્ત્રી હરીશ સાલ્વે શિંદે વતી ઉપસ્થિત રહેશે.

(10:59 pm IST)