મુખ્ય સમાચાર
News of Sunday, 26th June 2022

જર્મનીમાં એક મહિલાએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા:વડા પ્રધાને તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા

જર્મનીના મ્યુનિકમાં મોદીનું ભવ્ય સ્વાગત:નાના બાળકો પણ પૂરા ઉત્સાહ સાથે સ્વાગત કરવા પહોંચ્યા

નવી દિલ્હી :વડાપ્રધાન મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની પહોંચ્યા છે. મોદીનું જર્મનીના મ્યુનિક એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના સ્વાગત માટે ભારતીય સમુદાયના સેંકડો લોકો હોટલની બહાર એકઠા થયા હતા. મોદીને જોતા જ લોકો મોદી..મોદી..ના નારા લગાવવા લાગ્યા. નરેન્દ્ર મોદીને આવકારવા મહિલાઓ ભારતીય કપડા પહેરીને આવી હતી. નાના બાળકો પણ પૂરા ઉત્સાહ સાથે મોદીનું સ્વાગત કરી રહ્યા હતા. હાથમાં ત્રિરંગો ઝંડો પકડેલા લોકોને જોઈ મોદી તેમની પાસે ગયા.

વડાપ્રધાનને આવકારવા આવેલા લોકોનો ઉત્સાહ વધુ વધ્યો હતો. લોકોએ કહ્યું કે મોદીજી તમારું સ્વાગત છે. આ દરમિયાન એક મહિલા  PM મોદીને પગે લાગી હતી. વડા પ્રધાને તેમના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે મહિલાએ હિન્દીમાં ‘વેલકમ મોદીજી’ કહ્યું ત્યારે વડાપ્રધાન ખૂબ જ ખુશ થયા. તેણે કહ્યું કે તમે હિન્દી શીખ્યા છો. આ દરમિયાન મોદી નાના બાળકોને પણ મળ્યા અને તેમને વહાલા કર્યા.

(5:55 pm IST)