મુખ્ય સમાચાર
News of Sunday, 26th June 2022

ઉત્તર પ્રદેશની રામપુર અને આઝમગઢ તથા પંજાબની સંગરુર લોકસભા સીટ ઉપરાંત ત્રિપુરાની ચાર અને આંધ્રપ્રદેશ , ઝારખંડ અને દિલ્હીની એક એક વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર

યુપીની આઝમગઢથી અખિલેશ યાદવ અને રામપુર સીટ પરથી આઝમ ખાને વિધાનસભા ચૂંટણી જીત્યા : પંજાબની સંગરુર સીટથી સાંસદ રહેલા ભગવંત માને વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી

ઉત્તર પ્રદેશની રામપુર અને આઝમગઢ તથા પંજાબની સંગરુર લોકસભા સીટ ઉપરાંત ત્રિપુરાની ચાર અને આંધ્રપ્રદેશ , ઝારખંડ અને દિલ્હીની એક એક વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે આઠ વાગ્યાથી વોટની ગણતરી શરૂ થઈ ગઈ છે. પેટાચૂંટણી માટે 23 જૂનના રોજ વોટિંગ થયું હતું. આપને જણાવી દઈએ કે, ત્રણ લોકસભા સીટો માટે આ વર્ષે વિધાનસભા ચૂંટણી બાદ ખાલી થઈ હતી. યુપીની આઝમગઢથી અખિલેશ યાદવ અને રામપુર સીટ પરથી આઝમ ખાને વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ લોકસભાનું સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આવી જ રીતે પંજાબની સંગરુર સીટથી સાંસદ રહેલા ભગવંત માને વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી, તેથી આ સીટ પર ખાલી પડી હતી.

 

આઝમગઢ લોકસભા પેટાચૂંટણીના રુઝાનમાં મોટી જાણકારી સામે આવી છે. અહીંથી ભાજપના ઉમેદવાર દિનેશ લાલ યાદવ નિરહુઆ આગળ ચાલી રહ્યા છે. નિરહુઆને શરૂઆતમાં 647 વોટથી લીડ મળી હતી. ત્રિપુરાની 4 સીટો પર પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. રાજ્યમાં અગરતલા,ટાઉન બારદોવાલી, સૂરમા અને જુબરાજનગરના પરિણામ આવી રહ્યા છે. સીએમ ઼ડો. માણિક સાહા ટાઉન બારદોવાલીથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 250થી વોટથી આગળ ચાલી રહ્યા છે. અહીં ભાજપને 1905, લેફ્ટને 402, ટીએમસીને 105 અને કોંગ્રેસને 1237 વોટ મળ્યા છે.

(4:56 pm IST)