મુખ્ય સમાચાર
News of Sunday, 26th June 2022

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ એન્ટ્રી જોરદાર : મૂશળધાર વરસાદની સંભાવના : આજથી સતત ચાર દિવસ સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય જેવા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર વર્તાયા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, તેલંગણા, આંધ્રપ્રદેશ અને યનમ તથા તમિલનાડૂ, પુડુચેરી અને કરાઈકલમાં છુટક વરસાદનું અનુમાન છે.

અમદાવાદ : દેશના કેટલાય રાજ્યોમાં ચોમાસાએ એન્ટ્રી મારી છે. તો વળી બાકીના વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં વરસાદની થવાની સંભાવના છે. ત્યારે આ તમામની વચ્ચે હવામાન વિભાગે આજે કેટલાય રાજ્યોમાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજથી સતત ચાર દિવસ સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય જેવા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર વર્તાઈ રહ્યા છે.

 

સાથે જે એમઆઈડીએ આગામી 4 દિવસ સુધી દેશના પશ્ચિમી તટ પર ભારે વરસાદ રહેવાની શક્યતાઓ દર્શાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ અને તેનાથી અડીને આવેલા મધ્ય ભારતમાં વરસાદ રહેવાનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, તેલંગણા, આંધ્રપ્રદેશ અને યનમ તથા તમિલનાડૂ, પુડુચેરી અને કરાઈકલમાં છુટક વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ઈક્લોનિક સર્કુલેશનના કારણે ઓડિશા, બંગાળની ખાડીથી અડીને આવેલા વિસ્તાર અને ઉત્તર ભારતના અમુક ભાગમાં વરસાદના અણસાર હોવાનું જણાવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસમાં બિહાર, ઝારખંડ, ઓડિશા અને ગંગા નદીથી અડીને આવેલા પશ્ચિમ બંગાળના વિસ્તારમાં ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો વળી 29 જૂન દરમિયાન ઉત્તરાખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં જ્યારે 28 અને 29 જૂને હિમાચલ પ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વરસાદના અણસાર વર્તાવ્યા છે.

(11:56 am IST)