મુખ્ય સમાચાર
News of Sunday, 26th June 2022

ટેક્સટાઈલ સેક્ટરમાં કરોડો નોકરીઓના સર્જનની સરકારની યોજના: વાણિજ્ય મંત્રી પીષુય ગોયલ

લોકોને સારુ જીવન અને ખેડૂતોને કપાસના સારા ભાવ મળશે ; તમિલનાડુની ઈકોનોમીમાં ટેક્સટાઈલ સેક્ટરનો બહુમોટો ફાળો

તામિલનાડુમાં કોઈમ્બુતરમાં કેન્દ્રીય કાપડ અને વાણિજ્ય મંત્રી પીષુય ગોયેલે એવું કહ્યું કે અમે ટેક્સટાઈલ સેક્ટરમાં કરોડો નોકરીઓ ઊભી કરીશું જેથી કરીને આપણા લોકોને સારુ જીવન મળે અને ખેડૂતોને તેમના કપાસના સારા ભાવ મળે. તેમણે કહ્યું કે તમિલનાડુની ઈકોનોમીમાં ટેક્સટાઈલ સેક્ટરનો બહુમોટો ફાળો છે. 

પીયુષ ગોયલે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં ટેક્સટાઈલ સેક્ટર માટે વધુ એક પ્રોડક્શન લિંક્ડ ઈન્સેટીવ (PLI) સ્કીમ લાવવાની વિચારણા કરી રહી છે

પીયુષ ગોયલે કહ્યું કે આપણું ટેકસટાઈલ સેક્ટર આગામી પાંચ વર્ષમાં 250 બિલિયન ડોલરનું બની જશે અને તેમાંથી 40 ટકા એક્પોર્ટેડ હશે. કોરોના મહામારીના સમગ્ર સમયગાળા દરમિયાન સરકાર ટેક્સટાઈલ સેક્ટરને સપોર્ટ પૂરો પાડ્યો હતો જેમાં 20 ટકા એડિશનલ કોલેરેટલ ફ્રી લોન અને 5 ટકા વ્યાજની માંડવાળ સામેલ હતું.

મંત્રી ગોયલે કહ્યું કે કાપડ ઉદ્યોગ પણ આગામી પાંચ વર્ષમાં સ્થાનિક ઉત્પાદન બમણું કરીને રૂ.20 લાખ કરોડ કરવા વિચારી રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું હતું કે, આનાથી રોજગારીની તકો ઊભી કરવામાં, રોકાણ આકર્ષવામાં, સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઇને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

(11:47 pm IST)