મુખ્ય સમાચાર
News of Saturday, 26th June 2021

ડૉલ્ફિન અને ટૂર બોટ વચ્ચે રેસનો મજેદાર વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ

ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ પોતાના ટ્વીટર પર શેર કર્યો : કેલિફોર્નિયાના ન્યૂપોર્ટ બીચના તટ પર કેદ કરાયો વિડિઓ

નવી દિલ્હી : સમુદ્રમાં યાત્રા દરમિયાન ડૉલ્ફિન માછલીને જોવી પર્યટક માટે રોમાંચથી ઓછું નથી. પરંતુ શું તમે એકથી વધારે ડૉલફિન માછનીને ટૂર બોટ સાથે રેસ લગાવતા જોઈ છે? હકીકતમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રોમાંચક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પર્યટકો ભરેલી બોટ સાથે ડૉલ્ફિન માછલીઓ રેસ લગાવી રહી છે. ડૉલ્ફિન માછલીઓની આ રેસ એટલી આકર્ષક હતી કે બોટમાં સવાર પર્યટકો પણ આ પળને જોવાથી રોકી ન શક્યા

   બ્રિટિશ ન્યૂઝપેપર ધ સનના આ વીડિયોને ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. જેને વારંવાર જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોને શેર કરી તેમણે એક ખૂબ જ સરસ કેપ્શન લખ્યુ છે. તેમણે લખ્યુ કે આ એક એવી રેસ છે, જેમાં હું પણ ભાગ લેવાનું પસંદ કરુ છું. શેયર કર્યાના થોડા કલાકોમાં જ આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે. સાથે અનેક લોકોએ આને રીટ્વીટ કર્યુ છે. અત્યાર સુધી હજારો લાઈક્સ પણ મળ્યા છે. લોકો ન માત્ર આ વીડિયોને જોઈ રહ્યા છે પણ ખૂબ જ સારી સારી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 આ વીડિયોને કેલિફોર્નિયાના ન્યૂપોર્ટ બીચના તટ પર કેદ કરવામાં આવ્યો હતો. જેને ન્યૂપોર્ટ વ્હેલ નામના ટ્વીટર હેન્ડલથી શેયર કરવામાં આવ્યો હતો. આ એક કંપની છે જે દક્ષિણ કેલિફોર્નિયામાં વ્હેલ અને ડૉલ્ફિન જોવા માટે ક્રુઝ આપે છે. આ દરમિયાન અનેક ડૉલ્ફિન ટૂર બોટ સાથે રેસ કરતી જોવા મળી છે. આ મનમોહક વીડિયો બધાના દિલ જીતી રહ્યો છે.

(11:02 pm IST)