મુખ્ય સમાચાર
News of Saturday, 26th June 2021

આજે પણ પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધ્યાઃ છેલ્લા ૩૧ દિવસમાં ૮ રૂપિયા વધ્યા

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કર્યો ૩૫ પૈસાનો વધારો

નવી દિલ્હી, તા.૨૬: સરકારી તેલ કંપનીઓએ શનિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. બંનેના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરાયો છે.

 

હાલમાં દુનિયાભરમાં ઈંધણની માંગ વધી રહી છે ત્યારે સરકારી તેલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. શનિવારે એટલે કે આજે એકસાથે ૩૫ પૈસાનો વધારો પેટ્રોલ અને ડીઝલમાં જોવા મળી શકે છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ ૯૮.૧૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૮૮. ૬૫ રૂપિયા પ્રતિ લિટર થયું છે.

 

જાણવા મળ્યું છે કે જયારે કોઈ મહત્વની ચૂંટણી હોય તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા નથી. વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલવાના કારણે માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલની કિંમતોમાં કોઈ વધારો થયો ન હતો. આ પછી છેલ્લા ૩૧ દિવસમાં ૭.૭૯ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. 

૫ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી માટેની સૂચના ૨૬ ફેબ્રુઆરીએ જાહેર કરાઈ હતી. આ પહેલા સરકારી તેલ કંપનીઓએ થેલ્લી વાર ૨૭ ફેબ્રુઆરીએ ૧૭ પૈસાનો વધારો ડીઝલના ભાવમાં કર્યો હતો. આ પછી ૨ મહિનાથી વધારે સમય સુધી કોઈ વધારો કરાયો નથી. પરંતુ ૪મે પછી અત્યાર સુધીમાં ૩૧ દિવસમાં થોડો થોડો કરીને ૭.૮૭ રૂપિયાનો વધારો કરી દેવાયો છે.

 દિલ્લીઃ પેટ્રોલ ૯૮.૧૧ રૂ. લિટર, ડીઝલ -૮૮.૬૫ રૂ. લિટર

મુંબઇઃ પેટ્રોલ ૧૦૪.૨૨ રૂ.લિટર ડીઝલ- ૯૬.૧૬ રૂ.લિટર

ચેન્નઇ પેટ્રોલ- ૯૯.૧૮ રૂ/ લિટર ડીઝલ- ૯૩.૨૨ રૂ.લિટર

કોલકત્તાઃ પેટ્રોલ- ૯૭.૯૯ રૂ.લિટર ડીઝલ- ૯૧.૪૯ રૂ. લિટર

(11:08 am IST)