મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

કોંગ્રેસ જણાવે શું વાયનાડ અને રાયબરેલીમાં હિન્દુસ્તાન હારી ગયું ? શું અમેઠીમાં હિન્દુસ્તાન હારી ગયું ? વડાપ્રધાન મોદીના આકરા પ્રહાર

કોંગ્રેસ નેતૃત્વની ઇવીએમની ક્ષમતા પર શંકા કરવા પર કઠોર શબ્દોમાં આલોચના કરી

 

નવી દિલ્હી "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રથમ ભાષણમાં ચૂંટણી સુધારાની આશા વ્યક્ત કરવા સાથે તેઓએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોના પ્રયોગનો પક્ષ લીધો અને તેઓએ કોંગ્રેસ નેતૃત્વની ઇવીએમની ક્ષમતા પર શંકા કરવા પર કઠોર શબ્દોમાં આલોચના કરીહતી

  પીએમ મોદીએ કહ્યું કે અમે પાર્ટીને બરાબર સ્થિતિમાંથી સ્થિતિ સુધી લઇને આવ્યા છીએ.અમે ચૂંટણી હારીએ છીએ પરંતુ અમે ક્યારેય પરિસ્થિતિઓને દોષિત નથી ગણાવી, જ્યારે કોઇ આત્મવિશ્વાસ હોય, લોકો બહાના બનાવવા લાગે છે, ત્યારે કોઇ આત્મમંથન નથી થતું. નેતૃત્વ માટે પરીક્ષાનો સમય છે અને હવે કાર્યકર્તાઓનું આત્મબળ નબળું પાડવાનો કોઇ ફાયદો નથી. ઉભા થાવ અને હવે પછીની લડાઇ માટે તૈયાર રહો.

થોડા સમય પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિનાની શરૂઆતમાં રાયબરેલીમાં આપેલા એક નિવેદનમાં ઇવીએમ પર સવાલો કર્યા હતા. જેમાં તેઓએ કહ્યું હતું કે આગ વગર કોઇ ધૂમાડો નીકળતો નથી.

   વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસનો તર્ક છે કે ચૂંટણીમાં દેશ હારી ગયો, લોકતંત્ર હારી ગયું. કોંગ્રેસવાળા પણ જણાવે કે શું વાયનાડ અને રાયબરેલીમાં હિન્દુસ્તાન હારી ગયું ? શું અમેઠીમાં હિન્દુસ્તાન હારી ગયું ? કોંગ્રેસ હારી ગયું તો દેશ હારી ગયો કેવો તર્ક ? કોંગ્રેસનો અર્થ દેશ નહીં, પરંતુ અહંકારની પણ એક સીમા હોય છે

(12:12 am IST)