News of Wednesday, 26th June 2019
દિલ્લી ટ્રિપલ મર્ડર કેસઃ મૃતક મહિલાના મિત્રની પુત્રી અને લિવ-ઇન પાર્ટનરની ધરપકડ
દિલ્લીના વસંત વિહાર વિસ્તારના વૃદ્ધ દંપતિ અને નર્સિંગ એટેન્ડન્ટની હત્યાના આરોપમાં પોલીસએ મૃત વૃદ્ધ મહિલાના મિત્રની પુત્રી (૪ર) અને લિવ-ઇન પાર્ટનર (૩૯) ની ધરપકડ કરી છે.
પોલીસએ કહ્યું કે લૂટના ઇરાદાથી આ ઘટનાને અંજામ આપવામા આવ્યો હતો. આરોપીઓની પાસેથી રૂ. ૬૩૦૦૦ અને સોનાની બે બંગડીઓ જપ્ત કરવામાં આવી છે.
(11:47 pm IST)