મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

ગૃહમંત્રી અમિતભાઈ શાહની શાહે શ્રીનગરમાં બેઠક યોજી :અમરનાથ યાત્રાની સમીક્ષા :હુરિયત અને ભાગલાવાદી નેતાઓનો મામલે મંથન

ગૃહમંત્રી અમિતભાઈ  શાહ શ્રીનગર પહોંચી ગયા હતા. ગૃહમંત્રી તરીકે અમિતભાઈ  શાહનો જમ્મુ-કશ્મીરનો પહેલો પ્રવાસ છે. બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા વિશે સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમિતભાઇ શાહ અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પણ જવાના છે.

 
ગૃહમંત્રીની જમ્મુ-કશ્મીર મુલાકાત પહેલાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, ભાગલાવાદી નેતાઓ ખીણમાં શાંતિ માટે વાતચીત કરવા તૈયાર છે. જોકે ડોગરા ફ્રન્ટના કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ કરાયો હતો. .ભાજપના કાર્યકરોના મતે અમિતભાઈ  શાહે હુર્રિયત અને ભાગલાવાદી નેતાઓ સાથે કોઈ વાતચીત કરવી ન જોઈએ.

સરકારે પાકિસ્તાની તરફી સૈય્યદ અલી શાહ ગિલાની અને મીરવાઈઝ ઉમર ફારુક જેવા નેતાઓને જેલમાં નાખવા જોઈએ..આ ઉપરાંત કશ્મીરમાં અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થવાની છે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે. તે માટે રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. અનંતનાગના પહલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ ટ્રેક પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ રસ્તા પર એક લાખ કરતા વધારે સેનાના જવાનોને સ્ટેન્ટ ટુ રખાયા છે.

(11:34 pm IST)