મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

અમરનાથ યાત્રાના બધા રૂટ પર જવાન તૈનાત હશે

શ્રદ્ધાળુઓની સુરક્ષાની ખાતરી કરવાના પગલા : અમરનાથ યાત્રાના બંને બેઝ કેમ્પ પર પણ મજબૂત સુરક્ષા

નવીદિલ્હી, તા.૨૬ : આગામી સપ્તાહથી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે. અમરનાથ યાત્રાને લઇને તમામ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા શરૂ થઇ ચુકી છે. અમરનાથ યાત્રાના બંને બેઝ કેમ્પ ઉપર મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.  અમરનાથ યાત્રાના તમામ રુટ ઉપર જવાનો ગોઠવી દેવાયા છે. શ્રદ્ધાળુઓમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે વાર્ષિક અમરનાથ યાત્રાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, સેનાના વડા બિપીન રાવત સહિતના તમામ લોકો યાત્રીઓની સુરક્ષાને લઇને ખુબ જ ગંભીર દેખાઈ રહ્યા છે. અમરનાથ યાત્રા દરમિયાન કોઇપણ બનાવ ન બને તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. આ વખતે યાત્રાના રુટ ઉપર અર્ધલશ્કરી દળોની ૨૦૧૩થી વધુ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે. યાત્રાની શરૂઆત પહેલા જ સુરક્ષા પાસાઆ ઉપર જાણકારી મેળવવામાં કેન્દ્ર સરકાર વ્યસ્ત છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામ પણ યાત્રાના બેઝકેમ્પ તરીકે છે. તમામ સુરક્ષા પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન કોઇ પણ બનાવ ન બની શકે તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. અર્ધલશ્કરી દળોની ૨૦૧૩ વધારાની કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે. જમ્મુથી યાત્રા માર્ગના બે રુટ ઉપર સુરક્ષા મજબૂત રાખવામાં આવશે. આ બે બેઝકેમ્પમાં સોનમર્ગના બલતાલ કેમ્પ અને પહેલગામમાં નુનવાન બેઝ કેમ્પનો સમાવેશ થાય છે. સરકારે એનએસજી સહિત ખાસ કમાન્ડો પણ પહેલાથી જ ગોઠવી દીધા છે.અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે.

(7:09 pm IST)