મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

પતંજલિનાં માઠા દિવસોઃ વેચાણ સતત ઘટે છેઃએડ્. ખર્ચમાં કાપઃ સપ્લાયરને પેમેન્ટમાં વિલંબ

વેંચાણ આસમાનેથી તળિયેઃ ૧૦ ટકાનો જંગી ઘટાડો

નવી દિલ્હી તા. ર૬: અંદાજે ત્રણ વર્ષ પહેલા યોગગુરૂ અને કારોબારી બાબા રામદેવની પતંજલિનો કારોબાર જયાં બુલંદીઓના શિખરે હતો, બીજી બાજું હવે તેની સ્થિતિ કથળેલી જોવા મળી રહી છે. ઉપભોકતા વસ્તુઓનું વિશાળ સામ્રાજય જેને યોગગુરૂએ સ્થાપિત કર્યું, લોકસભા ચુંટણી પછી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ હિંદુ રાષ્ટ્રવાદની લહેરમાં બદલાયું હતું. શરૂઆતમાં લોકોએ પતંજલિના ઉત્પાદનો પર ખુબજ વિશ્વાસ કર્યો હતો. ભારતમાં બનેલા નારીયેલ તેલ અને આયુર્વેદિક ઔષધિઓ જેવી સ્વદેશી ઉત્પાદ વિદેશી કંપનીઓ માટે એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યા હતા.

વર્ષ ર૦૧૭માં બાબા રામદેવ ઘોષણા કરી હતી કે તેની કંપનીનું ટર્ન ઓવરના આંકડા બહુરાષ્ટ્રીય કંપનીઓને કપાલભાતિ કરવા માટે મજબુર કરી દેશે. તેઓએ કહ્યું હતું કે માર્ચ ર૦૧૮ સુધી પતંજલિનું વેચાણ બે ગણાથી વધીને ર૦૦ અરબ રૂપિયા સુધી પહોંચી જશે. જોકે યોગગુરૂના દાવાથી ઉંધુ પતંજલિ ઉત્પાદોનું વેચાણ ૧૦ ટકા ઘટીને ૮૧ અરબ રૂપિયા રહી ગયા છે. કંપનીનો નાણાંકીય વાર્ષિક રીપોર્ટથી આ વાતની જાણકારી મળી છે.

કંપનીના સુત્રો અને વિશ્લેષકોનું કહેવું છે કે ગયા નાણાંકીય વર્ષમાં તેમાં વધુ ઘટાડાની શકયતા છે. કંપનીના હાલના અને પૂર્વ કર્મચારીઓ, સપ્લાયર્સ, વિતરકો, સ્ટોર મેનેજર્સ અને ગ્રાહકો સાથેના ઇન્ટરવ્યુમાં માલુમ પડયું છે કે પતંજલિના કેટલાક ખોટા પગલાથી વેપારને નુકશાન પહોંચ્યું છે.

(3:22 pm IST)