મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

આસામમાં ભારે વરસાદ પડશે

સિકકીમ, મેઘાલય, અરૂણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર અને ત્રિપુરામાં પણ આગાહી

ગુવાહાટી,તા.૨૬: દેશભરમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. આસામમાં ૧૨ કલાક સુધી ભારે વરસાદની સંભાવના છે. આસામ સાથે સિકિકમ, મેઘાલય, અરૂણાચાલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મધ્યમથી ભારે વરસાદ પડશે.

હવામાનના નિષ્ણાતોના અનુસાર આવતીકાલ ૨૭મી સુધી અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. મણીપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની શકયતા છે. પૂર્વોતરના રાજયોમાં તોફાની પવન ફૂંકાશે. અત્રે નોંધનિય છે કે જુનમાં મેઘાલયમાં ૫૦ ટકા ઓછો વરસાદ થયો છે. જયારે મણીપુરમાં ૫૯ ટકા, આસામમાં સામાન્યથી ૪૮ ટકા, મિઝોરમ ૩૬ ટકા, ત્રિપુરમાં ૩૩ ટકા અને નાગાલેન્ડમાં ૨૧ ટકા ઓછો વરસાદ થયો છે.

(3:21 pm IST)