મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

લોન રિકવરીમાં IT ડિપાર્ટમેન્ટ કરશે બેંકોની મદદ

બેંકો પર NPAનો મોટો બોજો છે. ડિફોલ્ટરોની સંખ્યા સતત વધતી જાય છેઃ લોન તો સરળતાથી મળી જાય છે, પરંતુ રિકવરી એટલી જ મુશ્કેલ છેઃ એવામાં લોન રિકવરી માટે ઇનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ બેંકોની મદદ કરશે

નવી દિલ્હ બેંકો પર NPA નો મોટો બોજો છે. ડિફોલ્ટરોની સંખ્યા સતત વધતી જાય છે. લોન તો સરળતાથી મળી જાય છે, પરંતુ રિકવરી એટલી જ મુશ્કેલ છે. એવામાં લોન રિકવરી માટે ઇનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ બેંકોની મદદ કરશે. ઝી બિઝનેસની એકસકલૂસિવ જાણકારીના અનુસાર CBDT એ પોતાના તાજેતરમાં જ IT ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કહ્યું કે તે બેંકોના ડિફોલ્ટર વિશે પુરી જાણકારી, જોકે બેંક એકાઉન્ટ, મોર્ગેજ પેપર અને ગેરેન્ટર વિશે જાણકારી શેર કરી.

સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે આ જાણકારીનો ઉપયોગ વિશે બીજા હેતુ માટે કરવામાં નહી આવે. IT ડિપાર્ટમેન્ટ દ્વારા જે જાણકારી પ્રાપ્ત કરવામાં આવશે તે બીજી કોઇ એજન્સી સાથે શેર નહી કરે. કારણ કે હેતુ ફકત લોનને રિકવર કરવાનો છે.

તમને જણાવી દઇએ કે એક વ્યકિતના એસેટ વિશે પુરી જાણકારી ઇનકમ ટેકસ ડિપાર્ટમેન્ટને હોય છે. જયારે તમે રિટર્ન ફાઇલ કરો છો તો તેની બધી સંપત્ત્િ।નો ખુલાસો કરે છે. આ બધી જાણકારી બેંકો પાસે હોતી નથી. સાથે જ કહેવામાં આવ્યું છે કે જો લોન ડિફોલ્ટર પર ટેકસ ડ્યૂ છે તો રિકવરી દરમિયાન તેનાપર કોઇ અસર ન થવી જોઇએ.

(4:58 pm IST)