મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

પુલવામામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચે અથડામણ: એક આતંકી ઠાર

ત્રાલના જંગલમાં 42 આરઆર, એસઓજી અને સીઆરપીએફના સંયુક્ત દળએ ઘેરી લીધો

દક્ષિણ કાશ્મીર જિલ્લાના ત્રાલમાં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાજવાનો વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ એક આતંકી ઠાર થયો છે. જ્યારે બે આંતકીઓને સેનાના જવાનોએ ઘેર્યા છે. બંને બાજુથી સામસામે ફાયરિંગ ચાલી રહ્યું છે. ત્રાલના જંગલમાં 42 આરઆર, એસઓજી અને સીઆરપીએફના સંયુક્ત દળને આતંકીઓની હિલચાલના ઈનપુટ મળ્યા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો

ત્યારે આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. તો જવાનોએ પણ વળતો જવાબ આપ્યો જેમાં એક આતંકી ઠાર થયો છે. તો આ વચ્ચે ત્રાલ બસ સ્ટેન્ડ પાસે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારે ભીડને નિયંત્રણમાં લેવા પોલીસે દેખાવકારો પર બળપ્રયોગ કર્યો હતો. આની પહેલાં દક્ષિણ કાશ્મીરનાં શોપિયા જીલ્લામાં રવિવારે થયેલી અથડામણમાં સુરક્ષાબળોએ આતંકી સંગઠન અંસાર ગજવા-તુલ-હિંદના ચાર આતંકીઓને ઠાર માર્યા હતા.

 

(1:38 pm IST)