મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

બેંગલોરમાં પણ આવી ગયું છે પાણીપૂરીનું વેન્ડિંગ મશીન

પાણીપૂરી ખાવી હોય ત્યારે હાઇજીનની ચિંતા હમેંશાં રહે. જોકે બેન્ગલોરમાં મિસ્ટર પાણીપૂરી નામના એક આઉટલેટમાં પાણીપૂરી પ્રેમીઓની આ ચિંતાનો ઉકેલ આવી ગયો છે. અહીં પાણીપૂરી ખવડાવવા માટે માણસ નથી, પણ મશીન છે. હવે તમે  જાતે તમારી પાણીપૂરી ભરી શકશો અને એમાં પાણી પણ નળમાંથી કાઢીને ડાયરેકટ પૂરીમાં ભરી શકાશે. આ પાણીપૂરીનો સ્વાદ પણ ચટાકેદાર હોય છે. બેન્ગલોરમાં એકસાથે બે જગ્યાએ આવાં વેન્ડિંગ મશીન લાગેલાં છે. પહેલી વાર ૨૦૧૮માં અમદાવાદમાં આવું વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું હતું. એમાં બે કન્ટેનર હોય છે. એકમાં મીઠું પાણી અને બીજામાં ચટપટું પાણી હોય છે. જાતે જ પાણીપૂરી ભરીને તમારે જેટલું મીઠું અને જેટલું તીખું જોઇતું હોય એ નળમાંથી જાતે જ પાણી લઇ લેવાનું. કોઇના ગંદા હાથની ચિંતા નહીં. આ એક મશીન ૬ લાખ રૂપિયાનું છે.

(1:13 pm IST)