મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

સાબુમાં વિપ્રોનો ''સંતુર'' નંબર-૧: ર૦૦૦ કરોડનું વેંચાણઃ લકસને પછાડયું

મુંબઇઃ ભારતીય એફએમસીજી કંપનીએ બનાવેલ ''સંતુર'' સાબુએ ડંકા વગાડયા છેઃ આ સાબુનું ર૦૦૦ કરોડનું વાર્ષિક વેચાણ થયું છે. સંતુર સાબુ વિપ્રો બનાવે છેઃ સંતુરે ર૦૦૦ કરોડના ટર્નઓવર સાથે હિન્દુસ્તાન યુનીલીવરના લકસ ને પછાડયું છેઃ સંતુરની ડીમાન્ડ શહેરો-ગ્રામિણ વિસ્તારોમાં વધી છે. ર૦૦૦ કરોડનું ટર્નઓવર કરનાર પહેલો અને એકલો ભારતીય સાબુ છે. તથા એક બ્રિટીશ ડચ કંપની છે. સોપ માર્કેટમાં ૧પ.૧ ટકા હિસ્સો સંતુરનો છે. ૧ર.પ ટકા ના માર્કેટ શેર સાથે લકસ અને ૧૩ ટકા હિસ્સાવાળા લાઇફબોય ને પણ પછાડેલ છેઃ સંતુર દેશના દક્ષિણ-પશ્ચિમમાં લકસથી વધુ પ્રચલીત છે.

(11:31 am IST)