મુખ્ય સમાચાર
News of Tuesday, 25th June 2019

આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ વચ્ચે યોજાશે બેઠક: પાણીની સમસ્યા-મતભેદો દૂર કરવા લેવાશે નિર્ણય

ત્રણ વર્ષમાં પહેલી વખત સત્તાવાર રીતે આગામી 28 મીએ મુલાકાત કરશે

 

આંધ્રપ્રદેશ અને તેલંગાણાનાં મુખ્યમંત્રી પાણીની સમસ્યા અને મતભેદો દુર કરવા માટે ત્રણ વર્ષમાં પહેલી વખત સત્તાવાર રીતે આગામી 28 જૂને મુલાકાત કરશે.

  મળતી વિગત મુજબ તેલંગાણાનાં સીએમ કે.ચંદ્રશેખર રાવ અને આંધ્રપ્રદેશનાં તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વચ્ચે સપ્ટેમ્બર 2016માં મામલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુલાકાત થઇ હતી. દેશનાં તત્કાલિન જળસંસાધન મંત્રી ઉમા ભારતીએ બેઠક બોલાવી હતી.

છેલ્લા ત્રણ વર્ષમાં બન્ને રાજ્યોનાં મુખ્યમંત્રીઓ વચ્ચે પાણીની સમસ્યા મામલે પહેલી બેઠક થવા જઇ રહિ છે. બન્ને રાજ્યો વચ્ચે સદભાવનો માહૌલ જોવા મળે છે. વિવાદાસ્પદ મુદ્દાને સૌહાર્દપુર્ણ રીતે ઉકેલવાની અપેક્ષા છે. પાણી મુદ્દે 28 જૂને બન્ને નેતાઓ વચ્ચે બેઠક થશે અને આશા છે કે જગન મોહન અને કેસીઆર એકબીજા સાથે મુલાકાત કરશે.

બન્ને રાજ્યોનાં સિંચાઇ વિભાગનાં અધિકારીઓ વચ્ચે 24-જૂને એક બેઠક થવાની હતી. પરંતુ આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીમાં નવા ચૂંટાયેલા સીએમ જગન મોહન રેડ્ડીએ જિલ્લા કલેક્ટરોનું સંમેલન આયોજીત કર્યુ હતું. આંધ્ર પ્રદેશનાં મુખ્ય સચિવ એલવી સુબ્રમણ્યમે જણાંવ્યું કે, બન્ને રાજ્યો વચ્ચે પાણી મુદ્દે આગામી 28-જૂને બેઠક થશે.

(1:04 am IST)