મુખ્ય સમાચાર
News of Tuesday, 25th June 2019

મોડીરાત્રે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ઘર પર ચલાવાયું જેસીબી : સમર્થકોનો ભારે જમાવડો

ટેકેદારો મોટી સંખ્યામાં પહોંચી ગયા: સુરક્ષામાં વધારો કરાયો :ચંદ્રાબાબુ તુરત પહોંચશે

 

આંધ્રપ્રદેશના પૂર્વ પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અમરાવતીના સ્થિત પોતાના મકાન પ્રજા વેદિકા પહોંચશે. ચંદ્રબાબુ નાયડુ વિજયવાડાના ગન્નાવર્રામ એરપોર્ટ પર પહોંચી ગયા છે. એરપોર્ટ પર ટીડીપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ 'પ્રજા વૈદિક' બિલ્ડિંગ તોડવાનો આદેશ આપ્યો છે, તેના વિરોધમાં તેના ટેકેદારો મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. આથી ત્યાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે

જ્યારે પોલીસની હાજરીમાં તોડવાની કામગીરી પહેલાથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુ લાંબી કૌટુંબિક રજા ગાળ્યા પછી પરત ફર્યા છે, હવે તેઓ સીધા વેદિકા પહોંચશે.આંધ્રપ્રદેશમાં સત્તાની વિદાય પછી, ચંદ્રબાબુ નાયડુને મળી રહેલી તકો ઘટી રહી છે. તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના ચેરમેન ચંદ્રબાબુ નાયડુના પરિવારના સભ્યોની પણ સુરક્ષા ઘટાડી નાખવામાં આવી છે. નારા લોકશેને મળી રેલી ઝેડ કેટેગરીની સુરક્ષા દૂર કરવામાં આવી છે. ભૂતપૂર્વ પ્રધાન નારાલોકેશની સુરક્ષા 5 + 5 થી 2 + 2 માં ઘટાડી દેવામાં આવી છે.

(12:08 am IST)