મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

70 વર્ષની બીમારીને 5 વર્ષમાં ઠીક કરવી મુશ્કેલ છતાં ધ્યેય પર ચાલતા રહીશું :વડાપ્રધાન મોદી

રાષ્ટ્રપતિના અભિભાષણ પર પીએમ મોદીએ કહ્યું મારી સરકાર ગરીબોને સમર્પિત રહેશે

નવી દિલ્હી "લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર કહ્યું હતું કે જનતા માટે ઝઝુમવું 5 વર્ષની તપસ્યાના ફળના રુપમાં અમને મળ્યું છે. કોણ હાર્યું, કોણ જીત્યું આ મારા વિચારનો ભાગ નથી. મારી નજરમાં દેશવાસીઓના સપના અને તેમની આશા રહે છે. મારી સરકાર ગરીબોને સમર્પિત છે. પાંચ વર્ષ બાદ સંતોષ સાથે કહી શકીશ કે જે સંતોષ લોકોએ ઇવીએમનું બટન દબાવી વ્યક્ત કર્યો છે.

   તેમણે કહ્યું હતું કે સામાન્ય લોકોને તેમનો હક મળવો જોઈએ પણ આ બાબતોને બદલવામાં ઘણી મહેનત લાગે છે. 70 વર્ષની બિમારીઓને 5 વર્ષમાં ઠીક કરવી મુશ્કેલ હોય છે. અમને મુશ્કેલી હોવા છતા તે દિશાને છોડી ન હતી. અમે અમારા ધ્યેય ઉપર ચાલતા રહ્યા અને આ દેશ દુધનું દુધ અને પાણીનું પાણી કરી શકે છે.

   પીએમે કહ્યું હતું કે મને ક્યારેય નથી લાગતું કે જો 125 કરોડ દેશવાસીઓના સપનોને જીવવા છે તો નાનો વિચારવાનો હક પણ નથી. જેથી જબ હૌસલા બના લીયા ઉંચી ઉડાન કા તો દેખના ફિઝુલ હૈ કદ આસમાન કા.
   પીએમે કહ્યું હતું કે આજે 25 જૂને આપણે લોકતંત્રના પ્રતિ આપણા સમર્પણ, સંકલ્પ અને તાકાત સાથે સમર્પિત કરવી પડશે. જે પણ આ પાપના ભાગીદાર હતા, આ કલંક ક્યારેય ધોવાશે નહીં. આ કલંકને એટલા માટે સતત સ્મરણ કરવાની જરુર છે કે જેથી ફરી કોઈ આવું પાપ ના કરી શકે. આજે 25 જૂન છે, 25 જૂનની એ રાત જ્યારે દેશની આત્માને કચડી નાખવામાં આવી હતી. ભારતમાં લોકતંત્ર સદીઓથી આપણી આત્મા છે. કોઈની સત્તા ચાલી ન જાય તે માટે આ આત્માને કચડી નાખવામાં આવી હતી.
  પીએમ મોદીએ કહ્યું હતું કે આ પ્રસ્તાવ દેશની જનતાનો ધન્યવાદ છે. એક સશક્ત, સુરક્ષિત રાષ્ટ્રનું સપનું આપણા દેશવાસીઓએ જોયું છે. તેને પુરુ કરવા માટે વધારે ગતિથી સાથે આપણે બધાએ મળીને આગળ વધવાનું છે.
  પીએમ મોદીએ કહ્યું હતું કે વૈશ્વિક વાતાવરણમાં ભારતે આ તક ગુમાવવી જોઈએ નહીં. દેશની અપેક્ષાઓને પૂરી કરવા માટે દરેક પડકારને અમે પાર કરી શકીએ છીએ. આ ચર્ચામાં લગભગ 60 સાંસદોએ ભાગ લીધો હતો. જે પ્રથમ વખત અહીં ચૂંટાઈને આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ મહોદય પ્રસ્તાવ પર ધન્યવાદ કરવા માટે હું ઉપસ્થિત થયો છું. રાષ્ટ્રપતિ જી ત્રણ ચીજો ઉપર બળ દેવા માંગે છે. રાષ્ટ્રપતિ જી ના ભાષણના ધન્યવાદ સાથે દેશના કોટી કોટી જનોને પણ ધન્યવાદ

(8:50 am IST)