મુખ્ય સમાચાર
News of Tuesday, 26th June 2018

ICICI બેંકના એમડી ચંદા કોચરને એક કરોડનો દંડ થઈ શકે

મુંબઈ :વીડિયોકોન ગ્રૂપને લોન આપવાના કેસમાં સેબી ICICI બેન્ક અને તેના એમડી ચંદા કોચર પર દંડ લાદી શકે છે. સેબીએ પ્રારંભિક તપાસમાં એવું માન્યું છે કે હિતના ટકરાવનો કેસ બની રહ્યો છે.     

  સેબી ICICI બેન્ક પર 25 કરોડ અને ચંદા કોચર પર 1 કરોડ સુધીનો દંડ ફટકારી શકે છે. આ ઉપરાંત અન્ય કાર્યવાહી પણ થઈ શકે છે. સેબીએ આ અંગે બેન્ક અને ચંદા કોચરને શો કોઝ નોટિસ પાઠવી છે.

(9:03 pm IST)