મુસાફરોથી ભરેલી બસ પર હાથણીએ કર્યો હુમલો ડ્રાઇવરની સમયસુચકતાથી બધા બચી ગયા
રવિવાર સવારે કર્ણાટકના ચિકમગલુરથી કોઝીકોડ જઇ રહેલી બસ એક હાથણીની અડફેટે ચડતા બચી ગઇ હતી. ચામરાજનગર જિલ્લામાં પાંચ-છ હાથીઓનુ ટોળુ રોડની બાજુની ઝાડીઓમાં આમતેમ ભટકી રહ્યુ હતુ એમાથી એક મદનિયા સાથે જાયન્ટ હાથણી રોડ પર ફરી રહી હતી. બસને દુરથી જોઇને હાથણી અચાનક એ તરફ દોડવા લાગી હતી. ડ્રાઇવરને અંદાજ આવી ગયો કે હાથણી બેકાબુ થઇ છે એટલે યાત્રીઓને બચાવવા માટે તેણે બસને રિવર્સમાં દોડાવવાનું શરૂ કરી દીધુ એ સાથે જ ખુબ જોરજોરથી હોર્ન વગાડવાનુ પણ ચાલુ રાખ્યુ જેથી હાથણી બસનો પીછો કરવાનુ છોડી દે હાથણી સુંઢથી બસને ઉલટી પાડવાની ોશિશ કરી રહી હતી , પરંતુ ડ્રાઇવરે કારને રિવર્સમાં દોડાવ્યે જ રાખી. થોડી જ વારમાં હાથણીનું જોર શમ્યું એટલે ડ્રાઇવરે બસ સાઇડમાંથી આગળ ભગાવીને યાત્રીઓને બચાવી લીધા. (૧૭.૨)