News of Tuesday, 26th June 2018
મજૂરોમાં ભૂતનો ડર કાઢવા આંધ્રપ્રદેશના ધારાસભ્ય આખીરાત સ્મશાનમાં સુઈ રહ્યા
સ્મશાનનું નવીનીકરણનું કાર્ય ચાલુ છે. જ્યારે અહીં કામ કરતા મજૂરો ભૂતથી ડરતા હતા.
હૈદરાબાદ :આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં તેલુગુદેશમ પાર્ટીના એક ધારાસભ્ય આખી રાત સ્મશાનમાં સૂઈ રહ્યાની ઘટના સામે આવી છે. હકીકતમાં અહીં સ્મશાનનું નવીનીકરણનું કાર્ય ચાલુ છે. જ્યારે અહીં કામ કરતા મજૂરો ભૂતથી ડરતા હતા. આ ધારાસભ્યોનો હેતુ બસ એટલો જ હતો કે તે મજૂરોના મનમાથી ભૂતનો ડર કાઢવા માંગતા હતા. તેના માટે ધારાસભ્યએ આ પગલુ ભર્યુ.
(9:12 am IST)