મુખ્ય સમાચાર
News of Friday, 26th May 2023

ભારતીય સેનાએ પશ્ચિમી સરહદો પર કર્યો ‘સુદર્શન શક્તિ’ યુદ્ધ અભ્યાસ

કોમ્બેટ પાવર, કોમ્બેટ સપોર્ટ અને લોજિસ્ટિક સપોર્ટનો અભ્યાસ કરવામાં આવ્યો

નવી દિલ્હી : ભારતીય સેનાના સપ્ત શક્તિ કમાન્ડે 22-25 મે દરમિયાન રાજસ્થાન અને પંજાબની પશ્ચિમી સરહદો પર ‘સુદર્શન શક્તિ 2023’ યુદ્ધ અભ્યાસ હાથ ધરી હતી. ‘સુદર્શન શક્તિ 2023’ ને નેટવર્ક-કેન્દ્રિત વાતાવરણમાં ઓપરેશનલ પ્લાન ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. આ દરમિયાન કોમ્બેટ પાવર, કોમ્બેટ સપોર્ટ અને લોજિસ્ટિક સપોર્ટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

(8:23 pm IST)