મુખ્ય સમાચાર
News of Friday, 26th May 2023

ભગવાની શિવની વિધિપૂર્વક પુજા કરવાથી સંતાન, ધન, જ્ઞાન અને મોક્ષની પ્રાપ્‍તિ થાય તેવી લોકોમાં માન્‍યતા

શિવપુરાણ મુજબ શિવલિંગ પર કાળા મરી અર્પણ કરવાથી રોગોનો નાશ થઇ શકે

નવી દિલ્‍હીઃ ભગવાન ભોળનાથની પૂજા અર્ચના કરવાથી તેઓ પોતાના ભક્તો પર જલદી પ્રસન્ન થાય છે. આ કારણ છે કે ભક્ત શિવમંદિર જઈને શિવલિંગ પર પાણી, દૂધની સાથે અનેક ચીજો અર્પણ કરીને ખુશહાલીની કામના કરે છે. ભગવાન શિવની જો વિધિપૂર્વક પૂજા કરવામાં આવે તો સંતાન, ધન, જ્ઞાન, અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર કેટલીક ખાસ ચીજો અર્પણ કરવી જોઈએ. જેમાં કાળા તલ અને કાળા મરીનું ખાસ મહત્વ હોય છે. આ બંને ચીજો જો શિવલિંગ પર ચઢાવવામાં આવે તો તમારા પર ભગવાન શિવની કૃપા ચોક્કસ પણે થાય છે.

મનોકામના પૂર્તિ

શિવલિંગ પર કાળા તલ અને કાળા મરી અર્પણ કરવાનું ખુબ જ શુભ માનવામાં આવ્યું છે. આ માટે કાળા મરીનો એક દાણો અને 7 કાળા તલ લઈને શિવલિંગ પર ચઢાવો અને તમારી મનોકામનો ભોલેનાથ સમક્ષ રજૂ કરો. આ ઉપાય આમ તો કોઈ પણ દિવસે કરી શકાય છે પરંતુ માસિક શિવરાત્રિના દિવસ કરવામાં આવે તો ખુબ શુભ મનાય છે.

દોષથી રાહત મળે છે

જે લોકોની કુંડળીમાં શનિ, રાહુ અને કેતુ અશુભ સ્થિતિમાં હોય છે તે લોકો માટે કાળા તલનો ઉપાય ખુબ જ લાભકારી મનાય છે. શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવાથી કાલસર્પ દોષ, શનિની સાડા સાતી અને ઢૈય્યાના પ્રભાવથી રાહત મળે છે.

રોગોનો નાશ

શિવપુરાણ મુજબ શિવલિંગ પર કાળા મરી અર્પણ કરવાથી રોગોનો નાશ થાય છે. આ સાથે જ વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

(6:04 pm IST)