મુખ્ય સમાચાર
News of Thursday, 26th May 2022

સહારા ગ્રુપ કંપનીઓની તપાસ પર દિલ્હી હાઇકોર્ટે આપેલો સ્ટે સુપ્રીમ કોર્ટે રદ કર્યો : તપાસ ચાલુ હોય ત્યારે વચગાળાના તબક્કે સ્ટે આપવો યોગ્ય નથી : જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને બેલા ત્રિવેદીની વેકેશન બેંચનું મંતવ્ય

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટની વેકેશન બેંચે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સહારા ગ્રુપ દ્વારા ગંભીર છેતરપિંડી સંબંધિત નવ કંપનીઓની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા બે આદેશોના કાર્યવાહી, અમલ અને અમલીકરણ પર આપેલો સ્ટે રદ કર્યો છે.

દિલ્હી હાઈકોર્ટે ડિસેમ્બર 2021 માં સહારા ગ્રુપની નવ કંપનીઓ સામે તપાસના આદેશ વિરુદ્ધ સ્ટે આપ્યો હતો.

જેને ગંભીર છેતરપિંડી તપાસ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઈઓ) દ્વારા પડકારવામાં આવ્યો હતો.

"સંપૂર્ણ તપાસ પૂરી થાય ત્યાં સુધી તેને અટકાવવાનું આ તબક્કે અયોગ્ય રહેશે. અમે (હાજર) અપીલને મંજૂરી આપીએ છીએ અને તપાસ પર હાઇકોર્ટના સ્ટે ને રદ કરીએ છીએ તેવું નામદાર કોર્ટે જણાવ્યું હતું. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:26 pm IST)