મુખ્ય સમાચાર
News of Thursday, 26th May 2022

ઈન્‍ફોસિસઃ સલિલ પારેખનો પગાર ૮૮ ટકા વધ્‍યોઃ વાર્ષિક પેકેજ ૪૨ કરોડથી વધીને પહોંચ્‍યું ૭૯.૭૫ કરોડ રૂપિયા

ઈન્‍ફોસિસે સલીલના નેતૃત્‍વમાં જબરદસ્‍ત વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ કહ્યું કે પારેખના કામનું તેમને ચૂકવણું કરવામાં આવ્‍યું છે

નવી દિલ્‍હી, તા.૨૬: પગાર વધારા અંગે કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્‍યું હતું કે, ઈન્‍ફોસિસે સલીલના નેતૃત્‍વમાં જબરદસ્‍ત વૃદ્ધિ હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ તેમના સીઈઓ તરીકેનો કાર્યકાળ પાંચ વર્ષ માટે લંબાવ્‍યો હતો અને તેના પછી તરત જ તેમને આટલો પગાર વધારો આપવામાં આવ્‍યો છે.

દિગ્‍ગજ ટેક કંપની ઈન્‍ફોસિસ તરફથી મોટા સમાચાર આવ્‍યા છે. કંપનીના CEO સલિલ પારેખના પગારમાં જોરદાર વધારો કરવામાં આવ્‍યો છે. આ વધારો નાનો નથી, પરંતુ સંપૂર્ણ ૮૮ ટકા થયો છે. આ પછી પારેખનો પગાર વાર્ષિક ૪૨ કરોડ રૂપિયાથી વધીને ૭૯.૭૫ કરોડ રૂપિયા થઈ ગયો છે.

પગાર વધારા અંગે કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્‍યું હતું કે, ઈન્‍ફોસિસે સલીલના નેતૃત્‍વમાં જબરદસ્‍ત વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ કહ્યું કે પારેખના કામનું તેમને ચૂકવણું કરવામાં આવ્‍યું છે. નોંધનીય છે કે તાજેતરમાં જ કંપનીએ તેમના સીઈઓ તરીકેનો કાર્યકાળ પાંચ વર્ષ માટે લંબાવ્‍યો હતો અને તેના પછી તરત જ તેમને આટલો પગાર વધારો આપવામાં આવ્‍યો છે. અહીં જણાવી દઈએ કે પારેખ પાસે IC સેક્‍ટરમાં ૩૦ વર્ષથી વધુનો અનુભવ છે.

પારેખે જાન્‍યુઆરી ૨૦૧૮માં ઈન્‍ફોસિસના મેનેજિંગ ડિરેક્‍ટર અને CEO તરીકેનો કાર્યભાર સંભાળ્‍યો હતો. ઈન્‍ફોસિસમાં જોડાતા પહેલા, તેમણે કેપજેમિનીમાં ૨૫ વર્ષ કામ કર્યું હતું. નોંધપાત્ર રીતે, સલિલ પારેખે પગાર વધારાના મામલામાં દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્‍સલ્‍ટન્‍સી સર્વિસિસ (TCS)ના CEO રાજેશ ગોપીનાથનને પણ પાછળ છોડી દીધા છે. ભૂતકાળના અહેવાલ મુજબ, ગોપીનાથનને નાણાકીય વર્ષ ૨૦૨૨માં લગભગ ૨૬.૬ ટકાનો પગાર વધારો આપવામાં આવ્‍યો હતો.

(4:09 pm IST)