મુખ્ય સમાચાર
News of Tuesday, 26th May 2020

લદાખ પાસે ચીને તૈયાર કર્યો એરબેઝ નો વિસ્તાર : ટરમૈક પર ચાર જેટલા લડાકુ ચીની વિમાન તૈનાત

PLAના હેલિકોપ્ટરો(ચીની સેના)ના LACની ખુબ જ નજીક ઉડ્યા હોવાનું પણ સામે આવ્યું

નવી દિલ્હી : ચીન અને ભારત વચ્ચે લદાખમાં તણાવભરી સ્થિતિ દેખાઈ રહી છે. ચીને લદાખ પાસે એરબેઝનો વિસ્તાર કરી લીધો છે. આ એરબેઝ નાગારી કુંશ એરપોર્ટ પર છે જે તિબેટમાં ૨૦૦ કિમી દૂર પેન્ગોગ સરોવરની નજીક છે. એનડીટીવીના રીપોર્ટ મુજબમ, ચીન દ્વારા બનાવવમ આવેલુ એરબેઝ પર ટરમૈક પર લડાકુ વિમાનો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

આ વર્ષે ૬ એપ્રિલના રોજ સામે આવેલી તસવીરમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેમાં એરપોર્ટ અને રનવે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તો ૨૧ મેના રોજ આવેલી તસવીરોમાં એરપોર્ટ પણ ઘણી ગતિવિધિઓ થતી જોવા માટે મળી રહી છે. રીપોર્ટ પ્રમાણે આ તસવીરમાં એક નવો ટ્રેક પણ દેખાઈ રહ્યો છે. જે કોઈ સમાંતર ટેક્સી ટ્રેક હોઈ શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ ઉંચાઈ વાળી જગ્યા પર હેલિકોપ્ટર માટે આ જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું હોય.

આ લડાકુ વિમાનોમાં એક તસવીરમાં એક સાથે ચાર લડાકુ વિમાનો ઉભેલા દેખાય છે. આ લડાકુ વિમાનોમાં જે-૧૧ હોય અથવા જે-૧૬ હોઈ શકે છે જે રશિયન સુખોઈ-૨૭ અથવા સુખોઈ-૩૦ના વેરીઅન્ટ સામેલ છે. લદાખ પાસે ચીન દ્વારા બનાવવામાં આવેલા એરબેઝ પર લડાકુ વિમાનોની તૈનાતી હોવી એક ચિંતાનો વિષય છે. કારણકે અહીં દરેક ચીની પ્રમુખ વિમાન સામેલ છે.

PLAના હેલિકોપ્ટરો(ચીની સેના)ના LACની ખુબ જ નજીક ઉડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેના જવાબમાં ભારતીય વાયુસેનાએ પોતાના ફાઈટર એરક્રાફ્ટ તેનાત કરી દીધા છે. ત્યારબાદ પેટ્રોલિંગ કરી રહેલા ચીની દળે ડારબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી રોડ પર ગાલવાન નદી પર બની રહેલા એક પુલના નિર્માણને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. મીડિયા રીપોર્ટસ પ્રમાણે, પેન્ગોગ અને ગલવાન ઘાટીમાં બંને સેનાઓ હજુ પણ સામસામે ઉભી છે.

(8:14 pm IST)