મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

અરૂણ જેટલીના સ્વાસ્થય અંગે ફેલાવાતી અફવાઓ ખોટી: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

સોશિયલ મીડિયા પર ફેલાઇ રહેલા સમાચારો આધારહિન અને ખોટા છે

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું સ્વાસ્થય ખરાબ હોવા મુદ્દે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પર વિરામ લગાવતા સરકારી પ્રવક્તાએ કહ્યું કે, જે કંઇ પણ અફવાઓ ફેલાવાઇ રહી છે તે સંપુર્ણ તથ્યહિન અને ખોટા છે.

  પત્ર સૂચના કાર્યાલય (PIB) ના મુખ્ય મહાનિર્દેશક અને કેન્દ્ર સરકારનાં પ્રવક્તા સિતાંશુ કારે રવિવારે ટ્વીટર પર લખ્યું કે, મીડિયાનાં એક તબક્કામાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના સ્વાસ્થય બગડવા મુદ્દે જે સમાચારો ચાલી રહ્યા છે, તે નિરાધાર અને પાયાવિહોણા છે.

(11:40 pm IST)