મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

કાળા નાણાં ધારકો પર કસાતો સિકંજો ભારતને તમારી માહિતી : કેમ શેર ના કરીએ ? સ્વિસ બેન્કના 25 ભારતીય ગ્રાહકોને નોટિસ

માહિતી શેર શા માટે ન કરવામાં આવે તેની સ્પષ્ટતા કરવા માટેની અંતિમ તક આપી

નવી દિલ્હી :સ્વિત્ઝરલેન્ડે તેના બેંકોમાં ખાતા ધરાવતા ભારતીયો અંગે માહિતી શેર કરવાની પ્રક્રિયા ઝડપી કરી દેવામાં આવી છે. માત્ર ગત્ત અઠવાડીયે જ આશરે એક ડઝન ભારતીયોને આ અંગે નોટિસ પાઠવી દેવામાં આવી છે.

  સ્વિત્ઝરલેન્ડનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા અત્યાર સુધી સ્વિસ બેંકનાં ભારતીય ગ્રાહકોને આશરે 25 નોટિસ ઇશ્યું કરીને ભારત સરકારની સાથે તેમની માહિતી શેર શા માટે ન કરવામાં આવે તેની સ્પષ્ટતા કરવા માટેની અંતિમ તક આપી છે. 

  સ્વિસ બેંકોનાં વિદેશી ક્લાયન્ટ્સની માહિતી શેર કરનારી સ્વિત્ઝરલેન્ડ સરકારી એજન્સી ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશનનાં એનાલિસિસ કરવાથી માહિતી મળી કે હાલનાં  મહિનામાં અનેક દેશોની સાથે માહિતી શેર કરવાનાં પ્રયાસોમાં ત્યાંની સરકાર તરફથી ઉત્સુકતા દર્શાવાઇ રહી છે. જો કે ભારત સાથે જોડાયેલા આ પ્રકારનાં કિસ્સામાં થોડા અઠવાડીયાઓમાં વધારો થયો છે.

(11:19 pm IST)