મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

દિલ્હીમાં અસામાજિક તત્વોનો આતંક :ધોળાદિવસે લાકડા માર્કેટમાં 20 રાઉન્ડ ફાયરિંગ :યુવકની હત્યા

સ્કૂટી પર આવેલા અજાણ્યા બદમાશોએ ફાયરિંગ કરીને ઇમરાન નામના યુવકને ગોળીએ વીંધી નાખ્યો

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે દિલ્હીમાં 28 વર્ષનાં યુવકને અજાણ્યા ગુંડાઓએ 20 રાઉન્ડ ફાયર કરી હત્યા કરી હતી દિલ્હીનાં વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારના જાહેર માર્ગ પર ગોળીઓથી 28 વર્ષીય ઇમરાન નામનાં યુવકની હત્યા સ્કુટી પર બેઠેલા અજાણ્યા ગુંડાઓએ કરી હતી.

વેલકમ વિસ્તારની લાકડા માર્કેટમાં જ્યાં જાહેરમાં ગોળીઓથી 28 વર્ષીય ઇમરાન માનનાં યુવકની હત્યા સ્કુટી પર બેસીને આવેલા અજાણ્યા બદમાશોએ કરી દીધી. વેલકમ વિસ્તારની લાકડા માર્કેટ માં આજે બપોરે તે સમયે સનસની ફેલાઇ ગઇ , જ્યારે કેટલાક હથિયારબંધ બદમાશોએ આ ઇમરાન નામનાં વ્યક્તિની ગોળીઓથી વિંધી નાખ્યો હતો.

(11:11 pm IST)