મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

ટૂંકમાં ઇટીએફ નાણાંકીય સંસ્થાના શેર લાવી શકે છે

નાણાં મંત્રાલય દ્વારા યોજના તૈયાર

નવી દિલ્હી, તા.૨૬ : નાણામંત્રાલય ચાલુ નાણાંકીય વર્ષમાં જાહેર ક્ષેત્રોની બેંકો તથા નાણાંકીય સંસ્થાઓના શેરને લાવીને એક્સચેંજ ટ્રેડેડ ફંડની રજૂઆત કરી શકે છે. મંત્રાલય તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય લોક ઉપક્રમ ઇટીએફ તથા ભારતના ૨૨ ઇટીએફની સફળતા બાદ સરકાર જાહેર ક્ષેત્રોની બેંકો તથા નાણાંકીય સંસ્થાઓના શેરને મળાવીને ઇટીએફ લાવવાની સાથે તેનું નેટવર્ક વધારે તેવી શક્યતા દેખાઈ રહી છે. જાણકાર સુત્રોએ કહ્યું છે કે, અમે જાહેર ક્ષેત્રોની બેંકોના શેરને લઇને ઇટીએફ લાવવાના સંદર્ભમાં સૂચનો માટે ટૂંકમાં જ નિષ્ણાતોની નિમણૂંક કરીશું. સરકારે બે વર્તમાન ઇટીએફની સારી માંગને ધ્યાનમાં લઇને બેંક ઇટીએફ રજૂ કરવાની યોજના તૈયાર કરી છે. હાલમાં જાહેર ક્ષેત્રની બે વિમા કંપની જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તથા ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. ભારત-૨૨ ઇટીએફ ૨૦૧૭માં શરૂ થયા બાદ તેની ચર્ચા છે.

(7:43 pm IST)