મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

FPI દ્વારા મે મહિનામાં કુલ ૪૩૭૫ કરોડ પાછા ખેંચાયા

સ્થાનિક અને વૈશ્વિક પરિબળોની સીધી અસર : ફેબ્રુઆરી, માર્ચ તેમજ એપ્રિલ મહિનામાં રોકાણ કરાયું હતું : ફરી એકવાર મે મહિનામાં રિવર્સ પ્રવાહ નોંધાયો

નવીદિલ્હી, તા.૨૬ : વિદેશી મૂડીરોકાણકારોએ મે મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાંથી ૪૩૭૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ બીજી મેથી ૨૪મી મે વચ્ચેના ગાળામાં ઇક્વિટી માર્કેટમાંથી ૨૦૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૨૩૦૦.૮૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ પાછા ખેંચવામાં આવેલી રકમનો આંકડો ૪૩૭૫.૮૬ કરોડ સુધી પહોંચી ગયો છે. એફપીઆઈ દ્વારા ૨૩મી મેના દિવસે ઇક્વિટીમાં ૧૩૫૨.૨૦ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા તે દિવસે સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી હતી. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો વચ્ચે વિદેશી મૂડીરોકાણકારો જંગી નાણાં પરત ખેંચી રહ્યા છે. એફપીઆઈને કેન્દ્રમાં સ્થિર સરકાર બનવાને લઇને કોઇ અસર થઇ નથી. કારણ કે, આ ગાળામાં જંગી નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. વિદેશી મૂડીરોકાણકારોએ જનમત સ્પષ્ટ આવતા ચૂંટણી પરિણામના દિવસે જંગી નાણાં ઠાલવ્યા હતા. શેરબજારમાં અનિશ્ચિતતા માટે જુદા જુદા પરિબળો જવાબદાર રહ્યા છે ત્યારે આની સીધી અસર  પણ જોવા મળી રહી છે. વધુમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણાની સીધી અસર પણ નોંધાઈ રહી છે. એફપીઆઈ દ્વારા મે મહિનામાં ઉલ્લેખનીય નાણાં પાછા ખેંચાયા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા.  વિદેશી મુડારોકાણ કારોએ જુદા જુદા પરિબળોના ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાના ભારતીય બજારમાં જોરદાર રોકાણ કર્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.

FPI દ્વારા વેચવાલી....

¨    મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૪૩૭૫ કરોડ ખેંચ્યા

¨    મે મહિનામાં રિવર્સ પ્રવાહ નોંધાઈ રહ્યો છે

¨    ઇક્વિટીમાંથી મે મહિનામાં ૨૦૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચાયા

¨    ડેબ્ટ માર્કેટમાંથી ૨૩૦૯.૮૬ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા છે આની સાથે જ પરત ખેંચાયેલા નાણાનો આંકડો ૪૩૭૫.૮૬ કરોડ રૂપિયા રહ્યો છે.

¨    એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

¨    ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

¨    ૨૦૧૯-૧૯ના નાણાંકીય વર્ષમાં ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા

¨    ૨૦૧૭-૧૮માં શેરમાંથી ૨૫૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું

¨    ૨૦૧૭-૧૮માં કુલ રોકાણનો આંકડો ૧૪૪૬૬૯ કરોડ રહ્યો

¨    આ વર્ષમાં ભારે ઉતારચઢાવવાળી સ્થિતિ જોવા મળી રહી છે

¨    ૨૩મી મેના દિવસે ચૂંટણી પરિણામ આવ્યા ત્યારે એફપીઆઈએ ૧૩૫૨.૨૦ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા. ૨૬ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(7:37 pm IST)