મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

અમેઠીના બારોલીયામાં પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની ગોળી મારીને કરપીણ હત્યા :સાંસદ સ્મૃતિ ઈરાનીએ કાંધ આપી

સ્મૃતિ ઇરાનીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર સુરેન્દ્રસિંહની હત્યામાં કોંગ્રેસના કાર્યકરો પર શંકા

અમેઠીના ગૌરીગંજ વિસ્તારમાં બરોલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની ગોળી મારી હત્યા કરાઈ હતી સુરેન્દ્રસિંહ  સ્મૃતિ ઈરાનીના નજીકના માનવામાં આવતા હતા. તેમણે સ્મૃતિની જીતમાં મોટી ભૂમિકા નિભાવી હતી.

 ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્મૃતિ દિલ્હીથી અમેઠી પહોંચ્યા હતા. તેમણે મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી અને સુરેન્દ્રના શબને ખભે પણ લીધો. સુરેન્દ્રના દીકરાએ આ મામલામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પર શંકા વ્યક્ત કરી હતી

  સુરેન્દ્ર સિંહને અંતિમ વિદાય આપવા માટે ગામના લોકોની ભીડ ઉમટી હતી. સાથે ગામમાં તણાવ જોતા ઘટના સ્થળ પર પોલીસ ફોર્સ પહોંચી ગઈ હતી. પીએસી સિવાય મોટી સંખ્યામાં પોલીસદળ ઘટના સ્થલ પર ગોઠવી દેવામાં આવ્યા હતા.
   અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના અમેઠીમાં શનિવાર મોડી રાત્રે સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી મુજબ, જામો પોલીસ સ્ટેશન હદના બરૌલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. બદમાશોએ ઘટનાને અંજામ એ સમયે આપ્યો જ્યારે સુરેન્દ્ર સિંહ પોતાના ઘરની બહાર ઊંઘી રહ્યા હતા.

(6:38 pm IST)