મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

ગુરુગ્રામમાં પોશ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ :છ યુવતીઓ સહીત 24 લોકોની ધરપકડ

મુખ્ય સૂત્રધાર રાજીવ યાદવએ કોઠી ભાડે રાખી :હરીશ ગ્રાહકોની વ્યવસ્થા કરતો અને ગુરમીત દિલ્હીથી છોકરીઓ લાવતો હતો

નવી દિલ્હી :ગુરૂગ્રામ પોલીસે શહેરના હાઈપ્રોફાઈલ એરિયામાંથી એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે ઘટના સ્થળ પરથી 24 યુવક-યુવતીઓની ધરપકડ કરી છે.

   ગુરૂગ્રામના સુશાંત લોકથી પોલીસને લાંબા સમયથી ફરિયાદ મળી રહી હતી કે, આ કોઠી નંબર 160એમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે.પોલીસે એક ટીમ બનાવી અહીં રેડ કરી અને સ્થળ પરથી બે ડઝન યુવક-યુવતીઓની ધરપકડ કરી.

   આરોપી રાજીવ યાદવ જે આ પૂરા રેકેટને ચલાવી રહ્યો હતો તેમે આ ઘર ભાડે રાખ્યું હતું. હરીશ અને ગુરમીત બંને રાજીવને આ રેકેટ ચલાવવામાં મદદ કરતા હતા. હરીશ ગ્રાહકોની વ્યવસ્થા કરતો હતો, તો ગુરમીત દિલ્હીથી છોકરીઓ લઈને આવતો હતો.

  પોલીસે સ્થળ પરથી 18 યુવક અને 6 યુવતીઓની ધરપકડ કરી છે. તમામને કોર્ટમાં ન્યાયિક હિરાસતમાં ધકેલી દેવામાં આવ્યા છે.

   ગુરૂગ્રામમાં પોલીસ તરફથી તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામાં આવી છે. અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

   પોલીસનું માનવું છે કે, ટુંક સમયમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવશે. પોલીસ અનુસાર, તમામ યુવતીઓ દિલ્હીથી લાવવામાં આવી હતી. અને હરીશ ગ્રાહકો લાવતો હતો. શનિવારે સ્પેશ્યલ એક પાર્ટી રાખી હતી.

(6:33 pm IST)