મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

ભોપાલ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર દિગ્વિજય સિંહના જીત માટે હવન કરનાર મિર્ચી બાબાને અખાડા પરિષદે બરખાસ્‍ત

ભોપાલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ માટે હવન કરનારા સ્વામી વૈરાગ્યનંદ ઉર્ફે મિર્ચી બાબાને નિરંજની અખાડાએ નિષ્કાસિત કરી દીધા છે. સ્વામી વૈરાગ્યનંદ પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહામંડલેશ્વર હતા.

ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહના જીત માટે બાબાએ હવન કર્યું હતું. અખાડાએ તેમના પર રાજકીય નિવેદનબાજીનો આરોપ લગાવ્યો હતો. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે સ્વામી વૈરાગ્યનંદ દ્વારા ખોટું કામ કરવામાં આવ્યું છે. તેમનું આચરણ સાધુ-સંતોની મર્યાદાની વિરોધમાં છે.

તેમણે કહ્યું કે અખાડાના પંચ પરમેશ્વરની બેઠક બાદ તેમને નિષ્કાસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે કોઇના અહિત માટે પૂજા કરવી ખોટી વાત છે. સંત તરીકે તેમણે રાજકીય વિદ્વેષથી ગ્રસિત થઇને દિગ્વિજય સિંહની જીત અને સાધ્વી પ્રજ્ઞાના હાર માટે પૂજા અનુષ્ઠાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે સ્વામી વૈરાગ્યનંદના આશ્રમ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં છે. સ્વમી વૈરાગ્યનંદને દિગ્વિજયસિંહના નજીકના માનવામાં આવે છે. વૈરાગ્યનંદે ચૂંટણી દરમિયાન ક્વિંટલ લાલ મરચાનું હવન કર્યું હતું. સાથે જ તેમણે જાહેર કર્યું હતું કે તો દિગ્વિજયસિંહ હારી જાય તો તે સમાધિ લઇ લેશે.

ઉલ્લેખનીય છે કે માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞાને ભારતીય જનતા પાર્ટીએ ભોપાલથી ઉમેદવાર બનાવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞાએ કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહને 3.50 લાખ કરતા વધારે મતોથી હાર આપીને BJP ની આ પરંપરાગત બેઠક જાળવી રાખી હતી.

(1:56 pm IST)