મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

દુનિયાના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવા જતા ૧૦ પર્વતારાહકોના મોત

નવી દિલ્હી  : છેલ્લા એક સપ્તાહમાં દુનિયાના સૌથી ઊંચા શિખરને સર કરવાના પ્રયાસમાં 10 પર્વતારોહકોના મોત થયાં છે. પર્વતારોહોણ અભિયાનના આયોજકો મુજબ આયરલેન્ડ અને બ્રિટનના એક-એક પર્વતારોહીનું મોત થયું છે.

બ્રિટિશ પર્વતારોહલી રોબિન ફિશર (44) શનિવાર સવારે શિખર પર પહોંચ્યા, પરંતુ ઢાળથી માત્ર 150 મીટર નીચે ઉતરતાં પડી ગયા. એવરેસ્ટ પરિવાર એક્સપેડિશનના મુરારી શર્માએ કહ્યું કે, અમારા ગાઇડે મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનું (ફિશર) થોડીક વારમાં જ મોત થઈ ગયું.

પહાડના ઉત્તર તિબેટ તરફ, 56 વર્ષીય આયરિશ નાગરિકનું શુક્રવાર સવારે અવસાન થયું. તેના અભિયાનના આયોજકોએ પોતાના ફેસબુક પેજ પર એક નિવેદનમાં તેની પુષ્ટિ કરી. ઉલ્લેખનીય છે કે, એવરેસ્ટ પર ભારતના ચાર અને અમેરિકા, ઓસ્ટ્રીયા અને નેપાળન એક-એક પર્વતારોહીના મોત છેલ્લા એક સપ્તાહમાં થઈ ચૂક્યા છે. આ ઉપરાંત વધુ એક આયરિશ પર્વતારોહીનું મોત થયું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં શિખર પર પહોંચનારાઓની સંખ્યમાં ઘણો વધારો નોંધાયો છે. દુનિયાના દરેક ખૂણેથી પર્વતારોહી અહીં પહોંચે છે, પરંતુ ચઢાણ હવામાન પર આધારિત છે. અનેકવાર ખરાબ હવામાનના કારણે લોકોને નીચે રાહ જોવી પડે છે. જ્યારે શિખર પર પહોંચ્યા બાદ પણ લોકોને રાહ જોવી પડે છે. જાણકારો મુજબ, એક સપ્તાહ સુધી ચોખ્ખું વાતાવરણ થાય છે તો ભીડ નથી થતી, પરંતુ જ્યારે આ સમય બે કે ત્રણ દિવસનો થાય છે તો ભીડ વધી જાય છે.શું છે મોત પાછળનું કારણ?

અનેકવાર પર્વત પર ચઢાણ કરવાની લાઇનમાં 200થી 300 લોકો પણ ઊભા હોય છે. ખતરનાક ઠંડી અને ઉંચાઈના કારણે અનેક લોકો બીમાર પણ પડી જાય છે. 21 વર્ષની ભારતીય પર્વતારોહી અનુજા વૈદ્યાએ જણાવ્યું કે તેમની ટીમને એક કલાકથી વધુ રાહ જોવી પડી. તેઓએ કહ્યું કે, બધું ડરામણું લાગી રહ્યું હતું. ઘણી ઠંડી હતી અને પવનો ફુંકાઈ રહ્યા હતા. અમારે લાઇનમાં એક કલાક રાહ જોવી પડી.

(1:42 pm IST)