મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં ચૂંટાઇ આવતા ઇન્ડિયન અમેરિકન બાયોલોજીસ્ટ શ્રી હરમીત મલિકઃ રાષ્ટ્રિય કક્ષાએ પસંદ કરાયેલા નવા ૧૦૦ મેમ્બર્સમાં સ્થાન મેળવ્યું

વોશીંગ્ટનઃ યુ.એસ.ના વોશીંગ્ટનમાં આવેલા ફ્રેડ હચીન્સન કેન્સર રિસર્ચ સેન્ટરના ઇન્ડિયન અમેરિકન બાયોલોજીસ્ટ શ્રી  હરમીત  મલિક નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં ચૂંટાઇ આવ્યા છે. ૩૦ એપ્રિલના રોજ પસંદ કરાયેલા ૧૦૦ નવા મેમ્બર્સમાં તેમણે સ્થાન મેળવ્યું છે.

તેઓ બેઝીક સાયન્સ ડીવીઝન તથા હોવર્ડ મેડીકલ ઇન્સ્ટીટયુટ સાથે જોડાયેલા છે. તથા આનુવંશિક સંઘર્ષ વિષયક સંશોધન કરી રહ્યા છે.

(8:46 pm IST)