મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

પાર્ટી અને ગઠબંધનની સહયોગી કોંગ્રેસ પાર્ટી વચ્‍ચે વિભાગોની વહેંચણીને લઇને કેટલાક મતભેદ છે : કર્ણાટકના મુખ્‍યમંત્રી

બેંગલુરુઃ પાર્ટી અને ગઠબંધનની સહયોગી પાર્ટી કોંગ્રેસ વચ્‍ચે વિભાગોની વહેંચણીને લઇને કેટલાક મતભેદ છે તેમ કર્ણાટકના મુખ્‍યમંત્રીએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું તેમણે વધુમાં કહ્યું હતું કે  ગઠબંધનની સહયોગી કોંગ્રેસ વચ્ચે વિભાગોની વહેંચણીને લઈને કેટલાક મતભેદ છે, પરંતુ તેવું કશું નથી જેનાથી સરકારને ખતરો હોય

કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ રાજ્ય વિધાનસભામાં બહુમત સાબિત કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ નેતા પાર્ટી હાઈ કમાન્ડની સાથે કેબિનેટ વિસ્તાર અને પ્રભાર વહેંચણીના મુદ્દા પર ચર્ચા માટે શનિવારે દિલ્હી રવાના થઈ ગયા. કર્ણાટકના ઉપ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ જી પરમેશ્વર, પૂર્વ સીએમ સિદ્ધરમૈયા અને ડી કે શિવકુમાર સહિત કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે ચર્ચા કરવાની આશા છે

એચડી કુમારસ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, તેની પાર્ટી અને ગઠબંધનના સહયોગી કોંગ્રેસ વચ્ચે વિભાગોની વહેંચણીને લઈને મતભેદ છે, પરંતુ તેનાથી અમારી સરકાર પર કોઈ ખતરો નથી. કુમારસ્વામીએ તે પણ કહ્યું, હું તેને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવાનો પ્રયત્ન નહીં કરું અને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ. રાજ્યના કોંગ્રેસ નેતાઓને કોંગ્રેસ હાઈ કમાન્ડની મંજૂરી બાદ કેબિનેટનો વિસ્તાર કરવામાં આવશે

મહત્વનું છે કે, કર્ણાટક વિધાનસભામાં ગઠબંધન દ્વારા બહુમત સાબિત કર્યા બાદ કેબિનેટ વિસ્તારના મુદ્દા પર કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કર્ણાટક કોંગ્રેસના ઘણા નેતાઓ શનિવારે કેબિનેટ વિસ્તાર અને વિભાગોની વહેંચણી સંબંધિત મુદ્દા પર પાર્ટી હાઈ કમાન્ડ સાથે ચર્ચા કરવા માટે દિલ્હી રવાના થઈ ગયા છે

(12:12 am IST)