મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

અમેરિકા પાકિસ્તાનની સામે ભારત સાથે ઉભું છે : મુશર્રફ

પૂર્વ પાકિસ્તાની પ્રમુખ મુશર્રફના આકરા પ્રહારોઃ અમેરિકાને જ્યારે જરૃરત હોય છે ત્યારે પાકિસ્તાન પાસે આવે છે, જ્યારે જરૃર હતી નથી ત્યારે છોડે છે : મુશર્રફ

ઈસ્લામાબાદ,તા. ૨૬: પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફે આજે અમેરિકા ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ઈસ્લામાબાદની સામે ભારતની સાથે અમેરિકા છેલ્લા સમયથી ઉભું રહ્યું છે. મુશર્રફે હુમલાના અંદાજમાં કહ્યું હતું કે જ્યારે અમેરિકાને પાકિસ્તાનની જરૃર રહેતી હતી ત્યારે તે તેની પાસે આવતું હતું. જ્યારે જરૃર રહેતી ન હતી ત્યારે પાકિસ્તાનની મદદ કરતું ન હતું. પૂર્વ પ્રમુખ અને પાકિસ્તાન મુસ્લિમ લીગના વડા મુશર્રફે વોઈસ ઓફ અમેરિકાને આપવામાં આવેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું છે. પાકિસ્તાન-અમેરિકાના સંબંધોને ફટકો પડ્યો છે. આ સંબંધ સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે. દેશદ્રોહના આક્ષેપોનો સામનો કરી રહેલા મુશર્રફ છેલ્લા વર્ષથી દુબઈમાં રહે છે. આરોગ્યના કારણોસર મુશર્રફ દેશની બહાર જઈ શક્યા છે. મુશર્રફે એમ પણ કહ્યું હતું કે અમેરિકાની સાથે બેસીને મતભેદોને દુર કરવાની જરૃર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકાએ કોલ્ડ વોરના ગાળા દરમિયાન ખુલ્લી રીતે ભારતનું સમર્થન કર્યું હતું અને હવે અમેરિકા પાકિસ્તાનની સામે ભારતની સાથે છે. જેના કારણે અમને સીધી રીતે અસર થઈરહી છે. અમે ઈચ્છીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાના મામલામાં તપાસ કરે. પૂર્વ સેના અધ્યક્ષે કહ્યું છે કે પાકિસ્તાનને આ વાત સમજાઈ રહી નથી કે અમેરિકા અમને કેમ છોડી રહ્યું છે અને અમારી પાસે કેમ આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે લોકો જાણે છે કે અમેરિકાને જ્યારે જરૃર પડે છે ત્યારે તે અમારી મદદ કરે છે. ઉલ્લેખનિય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર જુઠ્ઠાણું ફેલાવવા અને વિશ્વાસઘાત કરવા તેમજ આતંકવાદી સંગઠનોને સુરક્ષિત આશ્રય ઉપલબ્ધ કરાવવાન આક્ષેપ કર્યો હતો. ટ્રમ્પના આ નિવેદન બાદ બંને દેશોના સંબંધમાં ખેંચતાણ આવી ગઈ છે. તેમના નિવેદનને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

(10:36 pm IST)