મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

'સાફ નીયત - સહી વિકાસ : સાલ ૨૦૧૯ મેં ફિર એક બાર મોદી સરકાર': મોદી સરકારનો નવો મંત્ર

નવી દિલ્હી તા. : કેન્દ્રમાં પોતાનાં નેતૃત્વવાળી NDA સરકારનાં ગઠનને ૪ વર્ષ પૂર્ણ થવાની સાથે જ ભાજપે લોકસભા ૨૦૧૯ની તૈયારી શરૂ કરી દીધી છે.

તેનાં માટે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે શુક્રવારનાં રોજ સરકારનાં અત્યાર સુધી કરવામાં આવેલાં કામોની વિગત રજૂ કરી.

પાર્ટીએ સરકારનાં કામોને જન-જન સુધી પહોંચાડવા માટે 'સાફ નીયત, સહી વિકાસ, સાલ ૨૦૧૯ મેં ફિર એક બાર મોદી સરકાર'નું સૂત્ર રજૂ કરતા રાષ્ટ્રીય સ્તરનો સંપર્ક અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી.

રાજધાનીની હોટલ અશોકમાં એક કાર્યક્રમમાં અમિત શાહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ દેશની રાજનીતિની ચાલ, ચરિત્ર અને ચહેરો બદલી નાખ્યો છે. તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે પોતાનાં કુશલ નેતૃત્વનાં આધારે PMએ ઓળખાવી દીધું કે ગામ અને શહેર, કૃષિ અને ઉદ્યોગનો વિકાસ સાથે-સાથે કઇ રીતે કરવામાં આવે.

તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓથી આ ૪ વર્ષોમાં અંદાજે ૨૨ કરોડ ગરીબ પરિવારોને લાભ થયો છે અને આને એક મિસાલ પણ નક્કી કરી છે કે જેમ કે જન હિતકારી અભિયાન પણ ચલાવવામાં આવે છે.(૨૧.૩)

(4:03 pm IST)