મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

મધ્યપ્રદેશ કોંગ્રેસે વિચિત્ર સ્પર્ધા આદરી...

રાહુલની રેલીમાં મોટું ટોળું લાવો, ટિકીટ લઇ જાવ!

ભોપાલ, તા., ર૬:  મધ્યપ્રદેશમાં ધારાસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસે મંદસૌર પંથકમાં ચૂંટણી લડવા ઇચ્છતા નેતાઓ માટે સ્પર્ધા શરૂ કરી છે. ૬ જુને પીપલીમંડીમાં યોજાનાર રાહુલ ગાંધીની રેલીમાં જે નેતા વધારે મોટું ટોળું લાવશે તેમને ધારાસભાની ટીકીટ અપાશે!પક્ષમાંથી આદેશ છે કે, રાહુલની રેલીમાં બે લાખ ખેડુતોને એકઠા કરો. સ્થાનીક નેતાઓએ ભીડ એકઠી કરવા સ્પર્ધાનો કીમીયો અમલમાં મુકયો છે.

(4:00 pm IST)