મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

એમ.પી. માં ડુંગળીમાં ભાવ પાણી- પાણીઃ એક રૂપિયે કિલો

સરકારે ડિ- હાઈડ્રેશન ડુંગળી ઉપર નિકાસ પ્રોત્સાહન વધાર્યું: પરંતુ ડુંગળીમાં નહીં

અમદાવાદઃ દેશમાં ડુંગળીનાં ભાવ પાણી- પાણી થઈ ગયાં છે. મધ્યપ્રદેશમાં ડુંગળીનાં ભાવ ઘટીને એક રૂપિયે કિલો વેચાણ થઈ રહ્યાં છે. નીચા ભાવને કારણે ખેડૂતોને મોટું નુકશાન થઈ રહ્યું છે. મધ્યપ્રદેશની ભોપાલ મંડીમાં ભાવ ઘટીને એકથી ત્રણ રૂપિયે કિલો ડુંગળીને વેચાણ થઈ રહ્યું હોવાનું કોમોડીટી વર્લ્ડ નોંધે છે.મધ્યપ્રદેશના ખેડૂતોનું કહવું છે કે ડુંગળીનાં નીચા ભાવને કારણે અમારે ના છૂટકે પાણીનાં ભાવથી વેચાણ કરવું પડે છે.

 

(3:59 pm IST)