મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

PF ધારકો માટે માઠા સમાચારઃ સરકારે વ્યાજદરમાં કર્યો ઘરખમ ફેરફાર!

કેન્દ્ર સરકારે ર૦૧૭-૧૮ માટે પીએફ ધારકોને ભવિષ્ય નિધિ ખાતાઓના ૮.પપ ટકા વ્યાજ આપવાની મંજૂરી આપી છે.

નવી દિલ્હી, તા.૨૬: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO એ પોતાના સ્થાનિક કાર્યાલયોમાંથી નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ૫ કરોડ ધારકોના ખાતામાં ૮.૫૫ ટકા વ્યાજ આપવાની વાત કહી છે. આ નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩ પછી સૌથી ઓછું છે. ઈપીએફઓની ૧૨૦થી વધુ સ્થાનિક કાર્યાલયોને લેખિત પત્ર અનુસાર શ્રમ મંત્રાલયને કહ્યું છે કે કેન્દ્ર સરકારે ૨૦૧૭-૧૮ માટે પીએફ ધારકોને ભવિષ્ય નિધિ ખાતાઓમાં ૮.૫૫ ટકા વ્યાજ આપવાની મંજૂરી આપી દીધી છે.

નાણા મંત્રાલયે ગત નાણાંકિય વર્ષમાં ઈપીએફ પર ૮.૫૫ ટકા વ્યાજ આપવાની મંજૂરી આપી હતી. પરંતુ કર્ણાટક ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગવાના કારણે તેને લાગૂ કરવામાં આવ્યું નહોતું. શ્રમમંત્રીની અધ્યક્ષતાવાળા ઈપીએફઓના કેન્દ્રિય ન્યાસી બોર્ડે ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮ થયેલી બેઠક ૨૦૧૭-૧૮ માટે ૮.૫૫ ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો. શ્રમ મંત્રાલયએ નાણા મંત્રાલયને મંજૂરી માટે આ ભલામણ મોકલી હતી. જો કે, નાણા મંત્રાલયની સહમતિથી તેને કાર્યારત થઈ શકયું નહોતું અને બાદમાં ૧૨ મેના રોજ થનાર કર્ણાટક ચુંટણી પહેલા આચાર સંહિતા લાગવાના કારણે તેમાં મોડું થયું હતું.

ઈપીએફઓએ ૨૦૧૬-૧૭ માટે ૮.૬૫ ટકા વ્યાજ કર્યું હતું. જયારે ૨૦૧૫-૧૬જ્રાક્નત્ન આ ૮.૮ ટકા, ૨૦૧૪-૧૫ અને ૨૦૧૩-૧૪માં ૮.૭૫ ટકા હતું. વર્ષ ૨૦૧૨-૧૩માં ઈપીએફઓએ ૮.૫ ટકા વ્યાજ આપ્યું હતું.(૨૩.૧૭)

(4:47 pm IST)